ગુજરાત

gujarat

ICC: આઈસીસી ટી20 વર્લ્ડકપથી બેટ્સમેનોને 'બેટર્સ' સાથે બદલશે

By

Published : Oct 8, 2021, 11:23 AM IST

આ મહિને T20 World cup (ટી20 વર્લ્ડકપ) શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ વર્ષ બાદ યુએઈમાં ક્રિકેટની સૌથી રોમાંચક ઘટનાનું આયોજન કરવામાં આવશે. આ પહેલા વર્ષ 2016માં ભારતમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા જ ICCએ એક મોટી જાહેરાત કરી છે.

ICC: આઈસીસી ટી20 વર્લ્ડકપથી બેટ્સમેનોને 'બેટર્સ' સાથે બદલશે
ICC: આઈસીસી ટી20 વર્લ્ડકપથી બેટ્સમેનોને 'બેટર્સ' સાથે બદલશે

  • એક નાનો ફેરફાર ક્રિકેટ પર નોંધપાત્ર અસર પડશે
  • બેટ્સમેન શબ્દ 'બેટર્સ' સાથે બદલશે
  • 'બેટર્સ' શબ્દને આવકાર મળ્યો

દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ગુરુવારે જણાવ્યું હતું કે, આવતા મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં બેટ્સમેનોની જગ્યાએ બેટર્સનો ઉપયોગ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં, મેરીલેબોન ક્રિકેટ ક્લબે જાહેરાત કરી હતી કે ક્રિકેટના કાયદામાં 'બેટ્સમેન' શબ્દને 'બેટર્સ' સાથે બદલવામાં આવશે. આ ફેરફાર હવે આઈસીસીની તમામ રમતોમાં દેખાશે.

આઇસીસીના જ્યોફ એલાર્ડીનું નિવેદન

ICC એ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં બેટ્સમેન શબ્દનો ઉપયોગ ઓછો થયો છે. ટિપ્પણીઓ અને પ્રસારણકારો પણ હવે વધુ વખત 'બેટર્સ' શબ્દનો ઉપયોગ કરે છે. આઇસીસીના કાર્યકારી સીઇઓ જ્યોફ એલાર્ડીસે જણાવ્યું હતું કે, "અમે રમતના કાયદામાં 'બેટર્સ' ઉમેરવાના એમસીસીના નિર્ણયને આવકારીએ છીએ.

અલ્લાર્ડીસનું નિવેદન

અલ્લાર્ડીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક સમયથી ચેનલો અને કોમેન્ટ્રીમાં બેટર્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમે તેને ક્રિકેટના કાયદામાં દાખલ કરવાના એમસીસીના નિર્ણયને આવકારીએ છીએ." અલ્લાર્ડીસે એમ પણ કહ્યું કે તે એક નાનો ફેરફાર છે, પરંતુ તેની ક્રિકેટ પર નોંધપાત્ર અસર પડશે. કારણ કે તેને વધુ ખાસ રમત તરીકે જોવામાં આવશે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ રમવા માટે હજી પણ અનફીટ છે

આ પણ વાંચોઃ ટી-20 વર્લ્ડ કપનું ધમાકેદાર એન્થમ લોન્ચ, વિરાટ અને રાશિદ જોવા મળ્યા નવા અવતારમાં

ABOUT THE AUTHOR

...view details