ગુજરાત

gujarat

English Premier League : સ્થગિત નહીં થાય, આ રીતે થશે આયોજન

By

Published : Dec 21, 2021, 2:42 PM IST

English Premier League : સ્થગિત નહીં થાય, આ રીતે થશે આયોજન

ઇટાલિયન અને સ્પેનિશ લીગના(English Premier League) 90 ટકાથી વધુ ખેલાડીઓએ બંને રસી મેળવી છે, પરંતુ પ્રીમિયર લીગના માત્ર 77 ટકા ખેલાડીઓને બંને ડોઝ(Vaccinate English Premier League players) મળ્યા છે. લીગે જણાવ્યું કે 16 ટકા ખેલાડીઓએ એક પણ ડોઝ આપ્યો નથી.

લંડનઃ ગયા અઠવાડિયે કોરોના સંક્રમણને કારણે(English Premier League) 10 મેચો સ્થગિત કરવામાં આવી હોવા છતાં, પ્રીમિયર લીગ ફૂટબોલ(Premier League football) ક્લબોએ આ સીઝનને મધ્યમાં ન રોકવાનો નિર્ણય લીધો છે. ઇટાલિયન અને સ્પેનિશ લીગના 90 ટકાથી વધુ ખેલાડીઓએ બંને રસીના ડોઝ મેળવી લીધા છે, પરંતુ પ્રીમિયર લીગના માત્ર 77 ટકા ખેલાડીઓને(Corona a Premier League player) બંને ડોઝ મળ્યા છે. લીગે એ પણ જણાવ્યું કે 16 ટકા ખેલાડીઓએ એક પણ ડોઝ આપ્યો નથી.

લીગમાં કોરોના ચેપના કેસ 42થી વધીને 90

ગયા અઠવાડિયે, લીગના ખેલાડીઓ અને સ્ટાફમાં કોરોના ચેપના કેસ(Corona Cases in the Premier League) 42થી વધીને 90 થઈ ગયા. બ્રિટનમાં છેલ્લા ચારમાંથી ત્રણ દિવસમાં દરરોજ 90000થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અઠવાડિયાના અંતે દસમાંથી છ મેચો રદ થયા બાદ સોમવારે પ્રીમિયર લીગ ક્લબોએ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.

વર્તમાન સિઝનને ચાલુ

લીગે કહ્યું, "અમે જાણીએ છીએ કે ઘણી ક્લબો કોરોના સંક્રમણના પડકારોનો સામનો કરી રહી છે પરંતુ લીગનો સામૂહિક ઈરાદો વર્તમાન સિઝનને(English Premier League 2021) ચાલુ રાખવાનો છે. તમામની સલામતી અને સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા રહેશે. અમે પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીશું." "અમે તમામ ખેલાડીઓ અને સ્ટાફનું રસીકરણ પૂર્ણ કરવા માટે ક્લબ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું,"

આ પણ વાંચોઃ પ્રીમિયર લીગની આગામી સીઝન 12 સપ્ટેમ્બરથી થશે શરૂ

આ પણ વાંચોઃ Brand Ambassador of Uttarakhand:ભારતીય બેટ્સમેન ઋષભ પંતને ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ABOUT THE AUTHOR

...view details