ગુજરાત

gujarat

Rishabh Pant Health Update : ઋષભ પંતે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતા બોલ પર બેટિંગની પ્રેક્ટિસ શરુ કરી

By

Published : Aug 5, 2023, 5:16 PM IST

ભારતીય ક્રિકેટ ટીમનો ઈજાગ્રસ્ત વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હવે સ્વસ્થ થવા લાગ્યો છે. ટીમમાં સામેલ થવા માટે તેણે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા બોલ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

Etv BharatRishabh Pant Health Update
Etv BharatRishabh Pant Health Update

નવી દિલ્હીઃભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની રિકવરી ઝડપથી થઈ રહી છે અને તેણે નેટ પર બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ સાથે તે કીપિંગ પણ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે બેટિંગ દરમિયાન 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા બોલ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લાગે છે કે, તે ટૂંક સમયમાં ટીમમાં બેટિંગ કરતો ટૂંક સમયમાં જોવા મળશે.

જીમમાં બેટિંગ અને કીપિંગની પ્રેક્ટિસ: માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત જીમમાં તેની બેટિંગ અને કીપિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ સાથે તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જિમ સેશનની સાથે તે દરરોજ વિકેટકીપિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.

રમતના મેદાનથી દૂર: તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદથી ઈજાગ્રસ્ત વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત રમતના મેદાનથી દૂર છે અને હવે સર્જરી બાદ તે થોડો સ્વસ્થ અનુભવી રહ્યો છે. હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેનો રિહેબિલિટેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જ્યાં સેશન બાદ તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને અપડેટ આપે છે.

ઋષભ પંતનું ક્રિકેટ કેરિયર:તમને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત થતા પહેલા આ ડાબા હાથના વિકેટ કીપર બેટ્સમેને ભારતીય ટીમ માટે કુલ 100 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 33 ટેસ્ટ મેચ અને 30 ODI તેમજ 66 T20 ઈન્ટરનેશનલ મેચ સામેલ છે. આ દરમિયાન તેણે 33 ટેસ્ટ મેચની 56 ઇનિંગ્સમાં 5 સદી અને 11 અડધી સદીની મદદથી 2271 રન બનાવ્યા છે. જ્યારે 30 વનડેમાં તેણે 1 સદી અને 5 અડધી સદીની મદદથી 865 રન બનાવ્યા છે. તે જ સમયે, 66 T20 મેચોમાં, તેણે 3 અડધી સદીની મદદથી 987 રન બનાવ્યા છે.

આ પણ વાંચો:

  1. Alex Hales Retirement: ICC વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેને કરી સંન્યાસની જાહેરાત
  2. Ireland Squad : આયર્લેન્ડે ભારત સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી

ABOUT THE AUTHOR

...view details