ગુજરાત

gujarat

પાકિસ્તાની પત્રકારની કોહલીએ બોલતી બંધ કરી દીધી, રોહિતને લઇને પૂછાયેલા પ્રશ્ન પર ભડક્યો વિરાટ

By

Published : Oct 25, 2021, 4:11 PM IST

રોહિત શર્મા (Rohit Sharma)ને ભારતીય ટીમ (Indian Cricket Team)માંથી બહાર કરવાના પ્રશ્ન પર કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પોતાનું માથું પકડી લીધું. તેણે કહ્યું કે, રોહિતને ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવાનું કોઈ કઈ રીતે વિચારી શકે છે. જો તમારે કોઈ વિવાદ ઉભો કરવો છે તો પહેલા જ કહી દો.

પાકિસ્તાની પત્રકારની કોહલીએ બોલતી બંધ કરી દીધી
પાકિસ્તાની પત્રકારની કોહલીએ બોલતી બંધ કરી દીધી

  • પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને પૂછ્યો રોહિતને લઇને પ્રશ્ન
  • રોહિતને ટીમમાંથી બહાર કરવાનો પ્રશ્ન સાંભળી કોહલી ભડક્યો
  • વિરાટ કોહલીના જવાબથી પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ થઈ ગઈ

હૈદરાબાદ: ICC ટી-20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021)માં રવિવારના પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી દીધું. આ હાર સાથે જ ભારતનો વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાન (Pakistan Cricket Team) સામે ન હારવાનો રેકોર્ડ તૂટી ગયો. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાનના હાથે એક તરફી હારનો સામનો કરવો પડ્યો.

વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી દીધી

વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં પહેલીવાર પાકિસ્તાનના ભારત સામે જીતવા પર પાકિસ્તાની પત્રકાર ભાન ભૂલી બેઠો અને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીને આડા-અવળા પ્રશ્નો કરવા લાગ્યો. ત્યારબાદ કોહલીએ પાકિસ્તાની પત્રકારોનો જોરદાર ક્લાસ લગાવ્યો અને બોલતી બંધ કરી દીધી.

શું રોહિત શર્માને ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમમાં બહાર કરશો?

ઇશાન કિશન પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્મા કરતા વધારે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે એ પ્રશ્ન પર વિરાટે પોતાનું માથું પકડી લીધું. તેણે જવાબમાં કહ્યું કે, શું તમે રોહિત શર્માને ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી શકો છો? એ જાણતા કે તેણે ગત મેચમાં અમારા માટે શું કર્યું હતું. તેણે આગળ કહ્યું કે, વિશ્વાસ નથી થઈ શકતો. જો તમારે કોઈ વિવાદ ઉભો કરવો છે તો પહેલા જ જણાવી દો.

પાકિસ્તાની બોલરો રન બનાવવાની કોઈ જ તક આપી નહીં: વિરાટ

તેણે મેચ બાદ જણાવ્યું કે, અમે રણનીતિ પર અમલ ના કરી શક્યા. આનો શ્રેય ઝાકળ અને પાકિસ્તાની બોલરોને જાય છે. તેમણે બોલથી શાનદાર શરૂઆત કરી અને 20 રન પર 3 વિકેટ પડવાથી અમારી શરૂઆત સારી ના રહી. કોહલીએ કહ્યું કે, અમારે રન જોઇતા હતા, પરંતુ તેમણે અમને કોઈ તક આપી નહીં. પહેલા હાફમાં ધીમી ગતિથી રમ્યા અને 10 ઓવર બાદ બીજા હાફમાં ઝડપી ગતિએ રન જોઇતા હા, પરંતુ આ સરળ નહોતું. અમારે 15-20 વધુ રનની જરૂર હતી, જેના માટે અમારે સારી શરૂઆત જોઇતી હતી, પરંતુ પાકિસ્તાની બોલિંગે અમને વધારાના રન બનાવવા ન દીધા. આ ટૂર્નામેન્ટની ફક્ત પહેલી મેચ છે, છેલ્લી નહીં.

આ પણ વાંચો: IND VS PAK T20 World Cup 2021 Live: પાકિસ્તાને ભારતને હરાવ્યું, બાબાર-રિજવાન પડ્યા ભારે

આ પણ વાંચો: T20 world cup 2021:નેધરલેન્ડને પછાડી શ્રીલંકાએ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, સુપર 12 માં બાંગ્લાદેશ સામે ટકરાશે

ABOUT THE AUTHOR

...view details