ગુજરાત

gujarat

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં રોહિત શર્મા પરત ફરી શકે છે

By

Published : Mar 16, 2021, 9:24 AM IST

Updated : Mar 16, 2021, 9:38 AM IST

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા પરત ફરી શકે છે. જ્યારે ઈંગ્લેન્ડ માટે માર્ક વુડને ઈજા પહોંચતા તે ચિંતાનો વિષય છે. માર્કે ટી20માં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ઈજા થવાના કારણે બીજી મેચમાંથી તેઓ બહાર રહ્યા હતા. ત્રીજી મેચમાં માર્ક વુડ રમી શકે તેવી શક્યતા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં રોહિત શર્મા પરત ફરી શકે છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં રોહિત શર્મા પરત ફરી શકે છે

  • માર્ક વુડ ઈજાગ્રસ્ત થતા ઈંગ્લેન્ડની ટીમની ચિંતા વધી
  • માર્કે ટી20 સિરીઝની બંને મેચમાં સારું પ્રદર્શન રહ્યું
  • વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

અમદાવાદઃભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટી20 મેચમાં જીતવા માટે મેદાને ઉતરશે. ભારતે પહેલી ટી20 મેચમાં 8 વિકેટે હાર મેળવી હતી, જ્યારે બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચથી ડેબ્યુ કરનારા ઈશાન કિશન પણ ભારતની જીતમાં ચમકી ગયા હતા. ઈશાને 32 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ સાથે જ તેઓ મેન ઓફ ધ મેચ પણ બની ગયા હતા.

આ પણ વાંચોઃટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન

ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની ટીમનો છોડાવ્યો પસીનો

ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનના જણાવ્યાનુસાર, ત્રીજી મેચમાં પીચ સ્પિન બોલરો માટે મદદરૂપ થશે. ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને હેરાન કરી મૂક્યા હતા અને ઈંગ્લિશ ટીમ તરફથી ફક્ત જૈસન રોયે જ સારું પ્રદર્શન કરી 35 બોલમાં 46 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃગુજરાત ક્રિકેટ એસોસિએશનનો નિર્ણય, આગામી ત્રણેય T-20 મેચ દર્શકો વગર રમાશે

Last Updated : Mar 16, 2021, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details