ગુજરાત

gujarat

લક્ષ્ય સેને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

By

Published : Mar 19, 2022, 10:10 AM IST

સેમિફાઇનલમાં લક્ષ્યનો (Lakshya In All England Championship semifinals) મુકાબલો મલેશિયાના લી જી જિયા અને જાપાનના કેન્ટો મોમોટા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. આ પહેલા ગુરુવારે 20 વર્ષીય લક્ષ્ય સેને તેના બીજા રાઉન્ડની મેચમાં એન્ડર્સ એન્ટોનસેનને 21-16, 21-18થી હરાવ્યો હતો.

લક્ષ્ય સેને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ
લક્ષ્ય સેને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

બર્મિંગહામઃ વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન (Lakshya In All England Championship semifinals) ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ મેન્સ સિંગલ્સ કેટેગરીની સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. તેના હરીફ ચીનના લુ ગુઆંગ ઝુએ તેને વોકઓવર આપ્યો હતો.

લક્ષ્ય સેન જર્મન ઓપનમાં રનર-અપ રહ્યો :અલ્મોડાના રહેવાસી 20 વર્ષીય લક્ષ્ય સેને (Lakshya In All England Championship semifinals) જાન્યુઆરીમાં પ્રથમ સુપર 500 ઈન્ડિયા ઓપન ટાઈટલ જીત્યું હતું. આ પછી તે ગયા અઠવાડિયે જર્મન ઓપનમાં રનર-અપ રહ્યો હતો. હવે તેનો મુકાબલો 6ઠ્ઠી ક્રમાંકિત મલેશિયાના લી જી જિયા અને બીજા ક્રમાંકિત જાપાનના કેન્ટો મોમોટા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

આ પણ વાંચો:Womens World Cup 2022: ભારતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી...

વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતાનેલક્ષ્યે હરાવ્યો :ભારતના 5મા ક્રમાંકિત સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના માર્કસ ફર્નાલ્ડી ગાઇડોન અને કેવિન સંજય સુકામુજો સામે 22. 24, 17.21થી હારી ગયા હતા. લક્ષ્યે સેન (Lakshya In All England Championship semifinals) ગુરુવારે વિશ્વના 3 નંબરના અને 2 વખતના વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.

લક્ષ્યે કહ્યું આ એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે :લક્ષ્ય સેને (Lakshya In All England Championship semifinals) મેચ બાદ કહ્યું કે, હું ખરેખર સારા ફોર્મમાં છું અને ગયા વર્ષે મેં જે ટૂર્નામેન્ટ રમી હતી તેનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હતો. ઈન્ડિયા ઓપનની જીત પ્રોત્સાહક હતી. તમે હંમેશા ઓલ ઈંગ્લેન્ડમાં જીતવા માંગો છો, કારણ કે આ ટુર્નામેન્ટનો વિશાળ ઈતિહાસ છે. તેથી મારા માટે આ એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે અને હું સારો દેખાવ કરવા આતુર છું.

આ પણ વાંચો:ICC Test Rankings: તમામ બોલરોને પાછળ છોડી બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં 4થા સ્થાન પર

2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ :આ દરમિયાન 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને જાપાનની સાયાકા તાકાહાશી સામે 19-21, 21-16, 17-21થી હાર મળી હતી. બીજી તરફ, સાઇના નેહવાલે વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને વિશ્વની બીજા નંબરની ખેલાડી અકાને યામાગુચીને 50 મિનિટની રોમાંચક સ્પર્ધામાં 14-21, 21-17, 17-21થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમમાં સાઈનાનો પરાજય થયો હતો, પરંતુ તેણે બીજી ગેમ અને ત્રીજી ગેમ સરળતાથી જીતી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details