ગુજરાત

gujarat

TATA IPL 2023: સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જામશે જંગ

By

Published : May 14, 2023, 6:55 PM IST

સોમવારે TATA IPL 2023 ની 62 મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેદ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે માત્ર ઔપચારિક જ મેચ રહેશે. ગુજરાત ટાઇટન્સ કાલની મેચ જીતીને ટોપ 2 સ્થાન મજબૂત કરવા માટે ઉતરશે.

v
tata-ipl-2023-match-between-sunrisers-hyderabad-and-gujarat-titans-at-narendra-modi-stadium-ahmedabad

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જામશે જંગ

અમદાવાદ: TATA IPL 2023 હવે ફાઇનલ તરફ આગળ વધી રહી છે. હવે ગણતરી મેચ જ બાકી છે. દિલ્હી અને હૈદરાબાદ પ્લે ઓફની રેસમાં બહાર થઈ ગઇ છે. પ્લે ઓફમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ લગભગ પોતાનું નિશ્ચિત કરી નાખ્યું છે. હવે સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અન્ય ટીમના સમીકરણ બદલવામાં માટે ગુજરાત ટાઇટન્સ સામે નરેદ્ર મોદી સ્ટેડિયમ રમવા ઉતરશે.

ગુજરાત ટાઇટન્સ ટોપ 2 સ્થાન નક્કી કરવા ઉતરશે:ગુજરાત ટાઇટન્સ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી 12 મેચમાંથી 8 મેચ જીતી છે અને 4 મેચમાં હારનો સામનો કર્યો છે. જે હાલમાં 16 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાન પર છે. આવતીકાલની મેચ હૈદરાબાદ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ મેચ જીતીને ટોપ 2 સામે પોતાનું સ્થાન નક્કી કરવા ઉતરશે.

સનરાઇઝ હૈદરાબાદ પ્લે ઓફ બહાર:સનરાઈઝ હૈદરાબાદના આ વર્ષ ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું. કુલ 12 મેચમાંથી માત્ર 4 મેચમાં જીત અને 8 મેચમાં હાર સાથે 80 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર છેલ્લા સાથે હોવાથી આ વર્ષેની સીઝનમાં પ્લે ઑફમાં બહાર ફેંકાઈ ગઇ છે. હવે સનરાઈઝ હૈદરાબાદ પોતાની બાકી રહેલી મેચ જીતીને અન્ય ટીમના સમીકરણ બદલવા માટે મેદાનમાં ઉતરશે.

સનરાઈઝ હૈદરાબાદની જીત અન્ય ટીમ માટે મુશ્કેલ સર્જી શકે:ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ખૂબ રોમાંચક તેમજ મહત્વની સાબિત થઈ શકે છે. સનરાઈઝ હૈદરાબાદ પહેલી પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે પંરતુ હવે આવતીકાલની મેચમાં સનરાઇઝ હૈદરાબાદ ગુજરાત ટાઈટન્સ હરાવશે તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર માટે મુશ્કેલી વધી શકે છે. તેમને બાકીની મેચ મોટા માર્જિનથી જીત મેળવવી જરૂરી બની જશે.

  1. Suresh Raina On Suryakumar Yadav : સૂર્યકુમારની બેટિંગ જોઈને ગદગદ થયો રૈના, આપ્યું આ મોટું નિવેદન
  2. IPL 2023: સૂર્યકુમાર યાદવે ગુજરાત ટાઇટન્સ સામે તેની પ્રથમ IPL સદી ફટકારી

ABOUT THE AUTHOR

...view details