ગુજરાત

gujarat

IPL 2023 : રાજસ્થાન સામે લખનઉ સુપર જાયન્ટ્સની10 રનથી જીત, પોઈન્ટ ટેબલમાં લખનઉ બીજા નંબરે

By

Published : Apr 19, 2023, 5:50 PM IST

Updated : Apr 19, 2023, 11:46 PM IST

TATA IPL 2023ની 16મી સીઝનની 26મી મેચ રાજસ્થાન રોયલ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં RRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં લખનઉએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 154 રન કર્યા હતા. તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન કર્યા હતા. આમ લખનઉ સુપર જાયન્ટ્સની 10 રનથી જીત થઈ હતી.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023

જયપુરઃTATA IPLની 26મી મેચ જયપુરના સ્વામી માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા. LSGએ RRને જીતવા માટે 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન કર્યા હતા. અને ટાર્ગેટ એચિવ કરી શકાયો ન હતો. આમ લખનઉની 10 રનથી જીત થઈ હતી.

LSG બેટીંગ :પ્રથમ બેટીંગ કરતા 154 રન ફટકાર્યા હતા. જેમાં રાહુલએ 39 રન, માયેર્સએ 51 રન, આયુશ બદોનીએ 1 રન, દિપક હુડ્ડાએ 2 રન, સ્ટોઇનિસએ 21 રન, પૂરણએ 28 રન, કૃણાલએ 4 રન અને યુધિર સિંધએ 1 રન બનાવ્યો હતો.

RR બોલિંગ :પ્રથમ બોલિંગ કરતા 7 વિકેટ ઝડપી હતી. જેમાં બોલ્ટએ 4 ઓવરમાં 1 વિકેટ, સંદિપ શર્માએ 4 ઓવરમાં 1 વિકેટ, અશ્વિનએ 4 ઓવરમાં 2 વિકેટ, ચહલએ 4 ઓવરમાં 0 વિકેટ અને હોલ્ડરએ 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સની બેટિંગઃ યશસ્વી જયસ્વાલ 35 બોલમાં 44 રન, જોસ બટલર 41 બોલમા 40 રન, સંજુ સેમ્સન(કેપ્ટન અને વિકેટકિપર) 4 બોલમાં 2 રન, દેવદત્ત પાડિક્કલ 21 બોલમાં 26 રન, સિમરોન હેટમાયર 5 બોલમાં 2 રન, રિયાન પરાગ 12 બોલમાં 15 રન(નોટ આઉટ), ધ્રુવ જુરેલ 1 બોલમાં શૂન્ય રન, રવિચંદ્રન અશ્વિન 2 બોલમાં 3 રન(નોટ આઉટ) થયા હતા. ટીમને 12 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 144 રન થયા હતા.

લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ નવીન ઉલ હક 4 ઓવરમાં 19 રન આપ્યા હતા. યુધવિર સિંહ ચરક 2 ઓવરમાં 27 રન આપ્યા હતા. અવેશ ખાન 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસ 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 25 રન અને અમિત મિશ્રા 2 ઓવરમાં 15 રન આપ્યા હતા.

પોઈન્ટ ટેબલ (IPL 2023 PointsTable)આજની મેચના પરિણામ પછી પણ રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. આજની મેચ જીત્યા પછી લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગઈ હતી. ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ અને પાંચમાં નંબરે પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.

રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે: IPLમાં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમે બંને વખત લખનૌ સુપરજાયન્ટ્સને હરાવ્યું છે. 10 એપ્રિલ 2022ના રોજ રમાયેલી પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે 3 રનથી રોમાંચક જીત મેળવી હતી, જ્યારે 15 મે 2022ના રોજ રમાયેલી બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપરજાયન્ટ્સને 24 રને હરાવ્યું હતું. આ બંને મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યાંકને હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી.

લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ 5 મેચમાંથી 2 મેચમાં હારી છે:આ મેચ પહેલા રાજસ્થાન રોયલ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે જેમાંથી તેણે 4 મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સને માત્ર એક મેચમાં હાર મળી છે. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સનો ક્લોઝ મેચમાં 5 રને પરાજય થયો હતો. બીજી તરફ, લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ 5 મેચમાંથી 2 મેચમાં હારી છે. લખનઉ સુપરજાયન્ટ્સને છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે છેલ્લી ઓવરમાં 2 વિકેટે 12 રને હાર મળી હતી.

રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર: રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાનારી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પંજાબ કિંગ્સ સામેની અગાઉની હારને ભૂલીને આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ રાજસ્થાન જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ટોસ મહત્વની ભૂમિકા ભજવશે: ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોની વાત કરીએ તો, આ સિઝનની પ્રથમ મેચ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી 47 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 15 મેચ જીતી શકી છે, જ્યારે રનનો પીછો કરતી ટીમોએ 32 મેચ જીતી છે.

Last Updated :Apr 19, 2023, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details