ગુજરાત

gujarat

RR vs DC : દિલ્હીને પ્રથમ જીતની જરૂર પડશે, સંજુ છેલ્લી મેચની ભૂલ સુધારશે

By

Published : Apr 7, 2023, 7:17 PM IST

દિલ્હી કેપિટલ્સ ટીમે ગુવાહાટી પહોંચીને પોતાની આગામી મેચની તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સ હજી પણ તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે કારણ કે દિલ્હી બંને મેચ હારી ગયું છે.

RR vs DC : દિલ્હીને પ્રથમ જીતની જરૂર પડશે, સંજુ છેલ્લી મેચની ભૂલ સુધારશે
RR vs DC : દિલ્હીને પ્રથમ જીતની જરૂર પડશે, સંજુ છેલ્લી મેચની ભૂલ સુધારશે

ગુવાહાટી :ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સ શનિવારે 8 એપ્રિલે બપોરે ગુવાહાટીમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. આ મેચમાં જ્યાં દિલ્હી કેપિટલ્સ જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે ત્યાં રાજસ્થાન રોયલ્સ ટીમ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સના હાથે મળેલી હારને ભૂલીને ફરી જીતનો સિલસિલો શરૂ કરવાનો પ્રયાસ કરશે.

દિલ્હી કેપિટલ્સ : ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ અગાઉની મેચમાં કરવામાં આવેલા કેટલાક પ્રયોગોને કારણે નજીકની મેચમાં 5 રનથી હારી હતી. રાજસ્થાન આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરે. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સ તેની શરૂઆતની બંને મેચ હારી ગઈ છે. પ્રથમ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે દિલ્હીને હરાવ્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ સાથે બીજી મેચ હારી ગયું હતું. આવી સ્થિતિમાં આ મેચ દિલ્હી કેપિટલ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે.

આ પણ વાંચો :Suyash Sharma : IPL ડેબ્યૂમાં RCB સામે જોરદાર પ્રદર્શન, જાણો કોણ છે આ મિસ્ટ્રી બોલર

દિલ્હી કેપિટલ્સ ટીમ બંને મેચ હાર્યા બાદ પણ 8મા સ્થાને છે : દિલ્હી કેપિટલ્સની ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે અને નવા વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવીને તૈયારી કરી રહી છે. બંને ટીમો હજુ પણ પોતાના ટોપ ઓર્ડર પર નિર્ભર છે. સાથે જ મિડલ ઓર્ડરને પણ સારી રમત બતાવવી પડશે. જો દિલ્હીની ટીમ આ મેચમાં પ્રદર્શન નહીં કરે તો તે પોઈન્ટ ટેબલમાં પછાત થઈ જશે અને તેના માટે પ્લે ઓફની રેસમાં સામેલ થવું મુશ્કેલ થઈ જશે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં દિલ્હી કેપિટલ્સ ટીમ બંને મેચ હાર્યા બાદ પણ 8મા સ્થાને છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ એક જીત અને એક હાર સાથે ચોથા સ્થાને યથાવત છે.

આ પણ વાંચો :LSG vs SRH : બંન્ને કેપ્ટનો માટે 11 ખેલાડીઓની પસંદગી કરવી મુશ્કેલ બનશે, માર્કરામને ટક્કર આપશે ડી કોક

રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર બે મેચ જીતી શકી છે : રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની છેલ્લી 5 મેચોના આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે, બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે ત્રણ મેચ જીતી છે અને રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર બે મેચ જીતી શકી છે.

ABOUT THE AUTHOR

...view details