ગુજરાત

gujarat

IPL 2023 Final: ગુજરાત સામેની ફાઈનલ પહેલા ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે શું કહ્યું, જાણો

By

Published : May 28, 2023, 5:30 PM IST

IPL 2023ની ફાઇનલ મેચનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુકાબલો થશે. સાંજે 7:30 વાગ્યાથી ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સાથે ટકરાશે. જો કે આ શાનદાર મેચ પહેલા CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે મોટું નિવેદન આપ્યું છે. જાણો

COACH STEPHEN FLEMING SAYS C
COACH STEPHEN FLEMING SAYS CCOACH STEPHEN FLEMING SAYS C

અમદાવાદ: IPL 2023 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું છે કે તેમની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રવિવારની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફાઇનલ માટે પહેલા કરતાં વધુ સારી રીતે તૈયાર છે.

ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર: મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું કે તેની ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર છે અને ભૂતકાળમાં તેણે પરિસ્થિતિઓ અને પીચોનું મૂલ્યાંકન કરવામાં ભૂલો કરી હતી. રવિવારે અંતિમ દિવસે વરસાદની સંભાવના છે.

ફાઇનલ જીતવાનો અમારો રેકોર્ડ 50 ટકા: ફ્લેમિંગે મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, 'અમે ચેન્નાઈ માટે પોતાને એટલી સારી રીતે તૈયાર કરી હતી કે કેટલાક પ્રસંગોએ અમને વિરોધી ટીમના મેદાન પર લડવું પડ્યું હતું. તેથી ફાઇનલમાં થોડો પડકાર હશે પરંતુ ફાઇનલ જીતવાનો અમારો રેકોર્ડ 50 ટકા છે. તેણે કહ્યું, 'અમને ફાઈનલમાં કેવા પ્રકારની પરિસ્થિતિઓ મળશે તેનાથી અમે ચિંતિત નથી. બેમાંથી એક પીચ પસંદ કરવામાં આવશે પરંતુ અમને ચિંતા નથી. અમે ભૂતકાળ કરતાં આ વખતે ફાઈનલ માટે વધુ સારી રીતે તૈયાર છીએ.

ઘરઆંગણે ઘણી મેચોમાં સફળ:દરમિયાન, ગુજરાત ટાઇટન્સ ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે ઘરની પરિસ્થિતિની સારી સમજણથી તેની ટીમને મદદ મળશે. સોલંકીએ કહ્યું, 'અમે અહીં ઘણી મેચ રમી છે અને આ કિસ્સામાં અમે ચોક્કસપણે સારી સ્થિતિમાં છીએ. અમે ગયા વર્ષે અહીં ફાઈનલ રમ્યા હતા અને મોટી મેચોમાં સફળ રહ્યા હતા.

  1. IPL 2023 Final: આજે ટ્રોફી માટે ટક્કર, સાંજે 7 વાગ્યાથી ચેન્નઈ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખરાખરીનો જંગ
  2. Tata IPL 2023 FINAL: ગુજરાત ટાઈટન્સ ઇતિહાસ સર્જશે કે પછી ધોનીની ટીમ લઈ જશે IPLની પાંચમી ટ્રોફી ? આજે થશે ફેંસલો
  3. IPL 2023: આજે અમદાવાદમાં IPL 2023ની ફાઇનલ મેચ, સાંજે 6 વાગ્યે સમાપન સમારોહ શરૂ થશે

ABOUT THE AUTHOR

...view details