ગુજરાત

gujarat

IND vs NZ: હે... કોહલી-ગિલ અને શમી પ્લેઇંગ 11માં નહીં હોય? રજત પાટીદાર ડેબ્યુ કરશે!

By

Published : Jan 23, 2023, 5:33 PM IST

IND vs NZ 3rd ODI series : ભારત ન્યુઝીલેન્ડ ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય ટીમમાં મોટા ફેરફાર પણ થઈ શકે છે. જેના કારણે કેટલાક ખેલાડીઓનું નસીબ પણ ચમકી શકે છે.

IND vs NZ 3rd ODI Team India Playing XI Kohli Gill Shami will not play Rajat Patidar debut
IND vs NZ 3rd ODI Team India Playing XI Kohli Gill Shami will not play Rajat Patidar debut

નવી દિલ્હી:ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં રમાવા જઈ રહી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ઘણી રોમાંચક રહેશે. આ પહેલા શ્રેણીની બે મેચ જીતનાર ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડનો સફાયો કરવા પર હશે. કીવી ટીમ પોતાની પ્રતિષ્ઠા બચાવવા સંઘર્ષ કરશે.

ભારતીય ટીમના કેપ્ટનરોહિત શર્માએ બીજી વનડે જીત્યા બાદ સંકેત આપ્યો છે કે છેલ્લી મેચમાં કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, 9 ફેબ્રુઆરીથી ભારત ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમવાનું છે. આ કારણે ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ક્રિકેટ નિષ્ણાતોના મતે મોહમ્મદ શમી, શુભમન ગિલ અને વિરાટ કોહલીને ત્રીજી વનડેમાં બ્રેક આપવામાં આવી શકે છે.

જો આમ થશે તોટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે. રોહિત શર્મા વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદારને બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવા માટે ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. એવી અટકળો છે કે કોહલીની જગ્યાએ રજત કિંગ ત્રીજા નંબર પર રમી શકે છે. તે જ સમયે, શુભમન ગિલની જગ્યાએ ઇશાન કિશન હિટમેન સાથે ઓપનિંગ કરી શકે છે.

Virat Kohli and Karan Wahi: ત્રીજી ODI પહેલા વિરાટ સાથે કરણ જોવા મળ્યો ઈન્દોરમાં, શું છે પ્લાન!

ત્રીજી ODI ટીમ ઈન્ડિયા રમતા XI:ઈશામ કિશન, રોહિત શર્મા, રજત પાટીદાર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજ. ત્રીજી ODI માટે ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી બાદ ખેલાડીઓનું ડ્રમ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ હવે વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

Surya Visit Mahakaleshwar :રીષભ પંત ઝડપથી સાજો થાય, મહાકાલને પ્રાર્થના

રિષભના સાજા થવા માટે પ્રાર્થના:શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને પ્રણામ કર્યા હતા. ભારતીય ક્રિકેટરે રીષભ પંતના ઝડપથી સ્વસ્થ થવા માટે બાબા મહાકાલને પ્રાર્થના કરી હતી. સૂર્યાએ કહ્યું કે, તેણે પ્રાર્થના કરી છે કે તેનો ભાઈ રીષભ જલ્દી સ્વસ્થ થઈને મેદાનમાં પાછો ફરે.

ABOUT THE AUTHOR

...view details