ગુજરાત

gujarat

IND vs NZ 2nd Test Day 2: ભારતે મેળવી 332 રનની સરસાઈ, મયંક-પૂજારાની બીજા દાવમાં શાનદાર શરૂઆત

By

Published : Dec 4, 2021, 9:20 PM IST

IND vs NZ 2nd Test Day 2: ભારતે મેળવી 332 રનની સરસાઈ, મયંક-પૂજારાની બીજા દાવમાં શાનદાર શરૂઆત

મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ (ind vs nz second test mumbai) મેચમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગ (first inning of team india)માં 325 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં (new zealand first inning against india) માત્ર 62 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 332 રનની લીડ મેળવી લીધી છે.

  • ભારતના પ્રથમ દાવમાં 325 રનની સામે ન્યુઝીલેન્ડ 62 રનમાં ઓલઆઉટ
  • ન્યુઝીલેન્ડ તરફથી મુંબઈમાં જન્મેલા એજાજ પટેલે 10 વિકેટ ઝડપી
  • બીજી ઇનિંગમાં ભારતની શાનદાર શરૂઆત, પૂજારા-મયંક રમતમાં

મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ (ind vs nz second test mumbai) મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (wankhede stadium mumbai)માં રમાઈ રહી છે. બીજા દિવસે ભારતે પ્રથમ દાવ (first inning of team india)માં 325 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 62 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર (second inning of team india) 69/0 છે અને તેની લીડ વધીને 332 રન થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંતે, ભારતનો બીજો દાવ 69/0 (IND vs NZ 2nd Test Day 2) હતો, જેમાં મયંક અગ્રવાલ (mayank agarwal against new zealand) અને ચેતેશ્વર પૂજારા (cheteshwar pujara against new zealand) અનુક્રમે 38 અને 29ના સ્કોર સાથે મેદાન પર અણનમ રહ્યા હતા. ભારત હવે કિવી ટીમથી 332થી આગળ છે.

એજાઝ પટેલે 10 વિકેટ ઝડપી

મુંબઈમાં જન્મેલા સ્પિનર એજાઝ પટેલે (ajaz patel against india) ધમાલ મચાવી અને તેમણે ભારતની તમામ 10 વિકેટો (ajaz patel 10 wickets) ખેરવી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ કારનામું કરનારો તે ફક્ત ત્રીજો બોલર છે. તેના ઐતિહાસિક પ્રયત્નએ મયંક અગ્રવાલની 150 રનની બહાદુરીભરી ઇનિંગને પણ ઝાંખી પાડી દીધી અને ભારત 325 રન પર ઓલઆઉટ થઈ ગયું. બોલરમાં માટે હજુ ઘણું બધું હતું.

ન્યુઝીલેન્ડ માત્ર 62 રનમાં ઓલઆઉટ

ભારતે મેચમાં ફરી પકડ જમાવી અને ન્યુઝીલેન્ડના બેટ્સમેનો (new zealand batsman against india)ને ઘૂંટણિયે પાડ્યા. ન્યૂઝીલેન્ડને ત્રીજા સત્રમાં 62 રન પર ઓલઆઉટ કરી દીધું. ટેસ્ટ મેચમાં આ ભારતની વિરુદ્ધ કોઈ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. આ ભારતમાં કોઇપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે ક્રમશ 4 અને 4 વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગમાં ભારતની મક્કમ શરૂઆત

ભારતે પોતાની બીજી ઇનિંગમાં મજબૂત પકડ બનાવી રાખી છે. મયંક અગ્રવાલ 38 રન અને ચેતેશ્વર પૂજારા 29 રને રમતમાં છે. ભારતનો સ્કોર વિના વિકેટે 69 રન છે.

આ પણ વાંચો: IND vs NZ test match : ઇશાંત, રહાણે, જાડેજા, કાનપુરની બીજી ટેસ્ટમાંથી બહાર

આ પણ વાંચો: Omicron threat: CSAએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી, ભારતના આફ્રીકા પ્રવાસ પર અનિશ્ચિતતા

ABOUT THE AUTHOR

...view details