ગુજરાત

gujarat

હાર બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીતનો ટીમને સંદેશો

By

Published : Mar 8, 2020, 10:39 PM IST

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, મને હજી પણ આપણી ટીમમાં વિશ્વાસ છે. આગામી 1.5 વર્ષ અમારા માટે મહત્વપૂર્ણ છે. T-20 વર્લ્ડ કપ જીતથી એક પગલું દૂર રહ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, ટીમ સાચી દીશામાં આગળ વધી રહીં છે, પરંતુ મોટા મૅચમાં કેવી રીતે રમવું જોઈએ, તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

ETV BHARAT
હાર બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીતનો ટીમને સંદેશો

મેલબર્નઃ T-20 વર્લ્ડ કપ જીતથી એક પગલું દૂર રહ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, ટીમ સાચી દીશામાં આગળ વધી રહીં છે, પરંતુ મોટા મૅચમાં કેવી રીતે રમવું જોઈએ, તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

હાલના ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાએ રવિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવેલા મહિલા T-20 વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતને 85 રને હરાવીને 5મી વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.

કેપ્ટન હરમનપ્રીત

ભારતીય ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી અને તેનું ચેમ્પિયન બનવાનું સપનુ તૂટી ગયું છે.

હરમનપ્રીતે મૅચ બાદ કહ્યું કે, જે પ્રકારે અમે પ્રદર્શન કર્યું, તે શાનદાર હતું, પરંતુ આ મુકાબલામાં થોડા કેચ છોડવા દુર્ભાગ્યપૂર્ણ રહ્યા.

ભારતીય ટીમ

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરીને 4 વિકેટ પર 184 રનનો સ્કોર બનાવ્યો હતો પછી ભારતને 99 રનમાં ઓલઆઉટ કર્યું હતું.

ભારતીય કેપ્ટને કહ્યું કે, મને હજૂ પણ આપણી ટીમમાં વિશ્વાસ છે. આવનારા 1.5 વર્ષ અમારા માટે મહત્વપૂર્ણ છે અને આપણું ભવિષ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારે પોતાના પર વિશ્વાસ કરવા અને થોડા ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે, ખાસ કરીને ફીલ્ડિંગમાં. અમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે.

ભારતીય ટીમ 2018માં થયેલા વર્લ્ડ કપના સેમી-ફાઇનલ સુધી પહોંચી હતી અને આ વખતે ઉપ-વિજેતા બનીને જ સંતોષ માનવો પડ્યો છે.

હરમનપ્રીતે કહ્યું કે, આપણે એક-બીજા પર વિશ્વાસ રાખવાની જરૂર છે અને મને ટીમ પર વિશ્વાસ છે. પ્રથમ મૅચ સારો રહ્યો અને એમાંથી અમને આત્મવિશ્વાસ મળ્યો. અમારે આગળ કઠોર મહેનત કરવી પડશે. અમે સાચી દીશામાં છીંએ. દરવર્ષે અમે સુધારો કરીંએ છીંએ.

તેમણે કહ્યું કે, અમારે માત્ર એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે, મોટા મૅચમાં અમારે કવી રીતે રમવું પડશે. કારણ કે, ઘણી વખત અમે મહત્વપૂર્ણ મૅચમાં અમારૂં સર્વશ્રેષ્ઠ આપી શકતા નથી. હું આશા રાખું છું કે, આવનારો સમય અમને અનેક અદભૂત ક્ષણો આપશે.

ABOUT THE AUTHOR

...view details