ગુજરાત

gujarat

હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગ, 55 બોલમાં અણનમ 158 રન ફટકાર્યા

By

Published : Mar 6, 2020, 8:28 PM IST

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ Dy પાટિલ T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફરી એકવખત તોફાની ઈનિંગ રમી છે. હાર્દિક પંડ્યાએ 55 બોલમાં 158 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હાર્દિકને પીઠની ઈજા થઈ હતી. જેની સર્જરી લંડનમાં કરાવી હતી. હાલમાં હાર્દિક સંપૂર્ણ સ્વસ્થ છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા પ્રયાસ કરી રહ્યો છે.

etv bharat
etv bharat

મુંબઈ: ભારતીય ટીમના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડયા પીઠની સર્જરી બાદ શાનદાર ફોર્મમાં છે. ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ Dy પાટિલ T-20 ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં BPCL વિરુદ્ધ અણનમ 158 રન કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં હાર્દિકે 37 બોલમાં સદી ફટકારી હતી. શુક્રવારે રમાયેલા મુકાબલામાં 55 બોલની મદદથી 158 રનની શતકીય ઈનિંગ રમી હતી.

BPCL વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં હાર્દિકે 37 બોલમાં સદી પુર્ણ કરી છે. BPCL ટૉસ જીતી બોલિંગનો નિર્ણય લીધો હતો. BPCL ટીમ વિરુદ્ધ હાર્દિકે રિલાયન્સ વન ટીમ તરફી 55 બોલમાં 6 ચોગ્ગા અને 20 છગ્ગાની મદદથી 158 રન બનાવ્યા હતા.

મુંબઈમાં રમાઈ રહેલા 16માં Dy પાટિલ ટી20 કપમાં હાર્દિક પંડ્યાએ અત્યારસુધીમાં કુલ 4 મેચ રમી છે જેમાં 2 મેચમાં બે શાનદાર સદી ફટકારી છે. આ પહેલા હાર્દિક પંડ્યાએ Dy પાટિલ ટી20 કપમાં રિલાયન્સ વન તરફથી CAG વિરુદ્ધ 39 બોલમાં 105 રનની ઈનિંગ રમી હતી. તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી સીરિઝ માટે હાર્દિક તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details