ગુજરાત

gujarat

અમદાવાદમાં શુક્રવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ રમાશે

By

Published : Mar 12, 2021, 12:30 PM IST

ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમે એકબીજાને આ વર્ષે ભારતમાં થનારા ટી-20નો વર્લ્ડ કપ જીતવાના દાવેદાર ગણાવી છે. ટી-20 વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં જ થશે. વર્લ્ડ કપ પહેલા બંને ટીમ વચ્ચે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે 5 મેચની ટી-20 સિરીઝ રમાશે.

અમદાવાદમાં શુક્રવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ રમાશે
અમદાવાદમાં શુક્રવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ રમાશે

  • બંને ટીમે ટી-20 વર્લ્ડ કપ જીવતા એકબીજાને બતાવી દાવેદાર
  • ભારતમાં જ ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે ટી-20 વર્લ્ડ કપ
  • અમદાવાદમાં શુક્રવારથી 5 મેચની ટી-20 સિરીઝની થશે શરૂઆત

આ પણ વાંચોઃIPL નો કાર્યક્રમ જાહેર, યુવાનો 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમમાં IPL ની મેચ જોવા ઉત્સુક

અમદાવાદઃ ટી-20 વર્લ્ડ કપ અંગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, મને નથી લાગતું કે અમે ટી-20 વર્લ્ડ કપની પસંદ છીએ. મારા મતે તો ઈંગ્લેન્ડ જ આનું દાવેદાર છે. તે વિશ્વની નંબર 1 ટીમ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને જણાવ્યું કે, ઘરેલુ જમીન પર વર્લ્ડ કપ રમવાથી ભારત જીતનું પ્રબળ દાવેદાર છે. મારા મતે ભારત ખૂબ જ સારી ટીમ છે. આગામી ટી-20 સિરીઝ ઈંગ્લેન્ડ માટે પડકાર અને એક ટેસ્ટ પણ છે. કારણ કે, ભારત ખૂબ જ મજબૂત ટીમ છે.

આ પણ વાંચોઃલખનઉમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાશે

અમે અમારી ખામી શોધીને તેમાં પરિવર્તન લાવીશુંઃ ઈંગ્લેન્ડ કેપ્ટન

ઈંગ્લેન્ડના કેપ્ટને વધુમાં ઉમેર્યું કે, હું આને વર્લ્ડ કપના રિહર્સલ સ્વરૂપે નથી જોઈ રહ્યો. અમારા માટે આ સિરીઝ શિખવા અને સમયાંતરે સુધારો કરવા જરૂરી છે. હજી 7 મહિનાનો સમય છે અને આ દરમિયાન અમે તે બાબતોને શોધીશું, જેમાં અમારે પરિવર્તન કરવાનું છે.

ABOUT THE AUTHOR

...view details