ગુજરાત

gujarat

AUSvsNZ: ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન વૉર્નર થયા ઘાયલ

By

Published : Dec 24, 2019, 12:56 PM IST

મેલબર્ન: ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વૉર્નર નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયા છે. જેનાથી ચાલી રહેલા ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધના બીજા ટેસ્ટ મૅચમાં તેમના રમવા અંગે શંકા છે.

ETV BHARAT
ડેવિડ વૉર્નર

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઑસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ડેવિડ વૉર્નર નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયા છે. વૉર્નરને ઑસ્ટ્રેલિયાઇ ટીમના અસિસ્ટેન્ટ કોચ ગ્રેમ હિક્ક થ્રો ડાઉન કરાવી રહ્યા હતા, ત્યારે તે બેટિંગ કરવા સમયે ઘાયલ થયા હતા.

વૉર્નરને ઈજા પહોંચતાની સાથે જ તેમણે બેટને ફેંકી દીધું હતું અને તેમને ગલબ્સ ઉતારવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જેનાથી ઈજાનો અંદાજો લગાવી શકાતો હતો.

ડેવિડ વૉર્નર

થોડા સમય બાદ ડેવિડ વૉર્નર બેટિંગ કરવા માટે બીજી વખત નેટમાં આવ્યા ત્યારે તેમને બૅટ પકડવામાં મુશ્કેલી થતી હતી, તેમ છતાં વૉર્નરે બેટિંગ કરી હતી. પરંતુ બેટિંગ કરવા સમયે તેમના ચહેરામાં દર્દ દેખાતો હતો. હજુ એ સ્પષ્ટ થયું નથી કે, વૉર્નર આગળનો મૅચ રમશે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ઑસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3 મૅચની સીરીઝમાં 1-0થી આગળ છે. જો ડેવિડ વૉર્નર બૉક્સિંગ ડે મૅચ નહીં રમે તો ઑસ્ટ્રેલિયાની ટીમને મોટું નુકસાન થશે. કારણ કે, વૉર્નરે પાકિસ્તાન સાથેની સીરીઝમાં જોરદાર પ્રદર્શન સાથે એક સદી અને પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમ વખત 3 સદી ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details