ગુજરાત

gujarat

પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માંની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરીઝ માટે મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી

By

Published : Feb 28, 2021, 10:23 AM IST

ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે યોજાનારી વન-ડે અને ટી-20 સીરીઝમાં ઉત્તરપ્રદેશની ત્રણ મહિલા ખેલાડીઓ પણ રમતી જોવા મળશે. આ ત્રણ ખેલાડી છે પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માં છે.

પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માંની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરીઝ માટે મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માંની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરીઝ માટે મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી

  • ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે યોજાશે વન-ડે અને ટી-20 સીરીઝ
  • પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માંની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
  • લખનૌમાં 7 થી 24 માર્ચ સુધી પાંચ વનડે અને ત્રણ ટી -20 મેચ રમાશે

લખનૌઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે યોજાનારી વન-ડે અને ટી-20 સીરીઝમાં ઉત્તરપ્રદેશની ત્રણ મહિલા ખેલાડીઓ પણ રમતી જોવા મળશે. આ ત્રણ ખેલાડી છે પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માં છે.

લખનૌમાં યોજાશે મેચ

આ ત્રણ ખેલાડીમાંથી શ્વેતા વર્મા ભારત રત્ન અટલ બિહારી બાજપાઈ સ્ટેડિયમ લખનૌમાં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ વનડે રમશે છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર પૂનમ યાદવ અને દિપ્તી શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સારો અનુભવ છે. લખનૌમાં 7 થી 24 માર્ચ સુધી પાંચ વનડે અને ત્રણ ટી -20 મેચ રમાશે. આ સીરીઝ માટે ભારતીય ટીમમાં શ્વેતા વર્માને વિકેટ કીપર માટે પસંદગી કરાઈ છે. જેઓએ ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. જોકે, આ સીરીઝ માટે પૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માં પર હોમગ્રાઉન્ડમાં સારૂ પ્રદર્શન કરવાનું પડકાર હશે.

પૂનમ યાદવ અને દીપ્તિ શર્મા મહિલા ક્રિકેટ ટીમ વતી વર્લ્ડ કપમાં રમી ચૂકી છે

આગ્રાની રહેવાસી પૂનમ યાદવ અને દીપ્તિ શર્મા મહિલા ક્રિકેટ ટીમ વતી વર્લ્ડ કપમાં રમી ચૂકી છે. દિપ્તીએ 54 વનડે મેચમાં 1417 રન અને 47 ટી -20 માં 390 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા વિરોદ્ધ પોતાની વન ડે કરિયરની શરૂઆત કરનારી દિપ્તિનો બેસ્ટ સ્કોર વનડેમાં 188 અને ટી 20 માં 47 રન છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ લગભગ 12 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરશે

જ્યારે પૂનમ યાદવે 46 વનડે માં 72 વિકેટ અને 66 ટી-20 મા 94 વિકેટ ઝડપી છે. યુપી મહિલા ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પ્રિયંકા શૈલીએ કહ્યું કે, આ ત્રણેય ખેલાડીઓ ભારતીય ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્રવાસ ભારતીય મહિલા ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, ટીમ ઈન્ડિયા લગભગ 12 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરશે. ગયા વર્ષે માર્ચમાં ટી -20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી મેચ રમી હતી. મળતી માહિતી પ્રમાણે, દિપ્તી શર્મા, શ્વેતા વર્મા અને પૂનમ યાદવને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે દિપ્તી શર્મા અને પૂનમ યાદવને ટી -20 ટીમમાં સ્થાન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details