ગુજરાત

gujarat

એ દિવસો ગયા જ્યારે ભારત ત્રીજા ઝડપી બોલરની શોધમાં હતુંઃ પૉલક

By

Published : Jun 14, 2020, 11:00 PM IST

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર સૉન પોલકે રવિવારે કહ્યું હતું કે, હાલમાં ભારત પાસે ઝડપી બોલિંગના તાકાત છે. જેથી હવે એ દિવસો ગયાં, જ્યારે ભારતને ગુણવત્તાવાળો ત્રીજો બેક-અપ સીમર બોલર શોધવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

Pollock
પૉલોક

નવી દિલ્હીઃ પૉલકે સોની ટેન પીટ સ્ટોપ પ્રોગ્રામમાં કહ્યું કે,"હા, ભારત હવે ત્રીજા ઝડપી બોલર સાથે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ભારત પાસે બોલિંગ વિવિધતા અને અનેક બોલર છે. કેટલાક બોલર્સ લાંબા કદના છે, તો કેટલાક ટૂંકા કદના છે, બીજી તરફ કેટલાક બોલની ઝડપ સાથે સ્વિંગ પણ કરાવે છે."

એ દિવસો ગયા જ્યારે ભારત ત્રીજા ઝડપી બોલરને શોધમાં હતુંઃ પૉલોક

સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટનને યાદ કરાવ્યું કે, એક સમય એવો હતો, જ્યારે ભારત પાસે શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદ જેવા મુખ્ય ઝડપી બોલરને ટેકો આપવા માટે ત્રીજો કોઈ બોલર નહોતો. જો તમે ત્રણ કે ચાર સીમર સાથે રમવાનું નક્કી કરો છો, તો હવે તમને એવા લોકો મળશે, જે રમવા માટે તૈયાર છે. વર્ષો પહેલા તમારી ટીમ પાસે શ્રીનાથ અથવા વેંકટેશ પ્રસાદ હતા, પરંતુ તે પછી રિપ્લેસમેન્ટ બોલર એટલે કે ત્રીજો બોલર અથવા બેકઅપ બોલર કોઈ નહોતો. ભારતીય ટીમને આ કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો."

એ દિવસો ગયા જ્યારે ભારત ત્રીજા ઝડપી બોલરને શોધમાં હતુંઃ પૉલોક

મહત્વનું છે કે, ભારત પાસે હાલમાં ઝડપી બોલર્સની એક આખી ટુકડી છે, જેમાં ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહના જેવા દિગ્ગજ બોલર સામેલ છે. ટીમમાં શાર્દુલ ઠાકુર, દિપક ચહર અને નવદીપ સૈની જેવા બોલરની એક સારી બેંચ પણ તૈયાર થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details