ગુજરાત

gujarat

IND vs BAN ટેસ્ટ: પ્રથમ દિવસના અંતે ભારતની 86 રનમાં 1 વિકેટ

By

Published : Nov 14, 2019, 9:40 AM IST

Updated : Nov 14, 2019, 5:14 PM IST

ઈન્દોર: ભારત બાંગ્લાદેશની વચ્ચે આજ થી બે ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બાંગ્લાદેશ ટોસ જીતીને બેટિંગ પંસદ કરી હતી. બાંગ્લાદેશની ટીમે ધબડકો કરતા 150 રનને સમેટાઈ ગઇ હતી. ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. શમીએ 3 વિકેટ ઝડપી હતી. અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રો હીટ મેન 6 રને આઉટ થયો છે. જ્યારે રમતમાં દિવસના અંતે 86 રન પર 1 વિકેટ ગુમાવી છે.

sports

ટેસ્ટના પ્રથમ દિવસના અંતે બાંગ્લાદેશ ભારત કરતા 64 રન આગળ છે. જેમાં ભારતે 1 વિકેટના નુકશાને 86 રન બનાવ્યા છે.

ભારતે સંગીન શરૂઆત કરતા 83 રનમાં એક વિકેટ ગુમાવી છે. જેમાં ભારતે મહત્વપુર્ણ વિકેટ સ્વરુપે રોહીત શર્માની 6 રને વિકેટ ગુમાવી છે

ભારતે શાનદાર રીતે રમીને બાંગ્લાદેશને 150 રનમાં સમેટી લીધું.

ઉલ્લેખનીય છે કે, ભારત બાંગ્લાદેશ વચ્ચે આ સાતમી ટેસ્ટ સિરીઝ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા

બાંગ્લાદેશ: ઇમરૂલ કાયસ, શાદમાન ઇસ્લામ, મોહમ્મદ મિથુન, મોમિનુલ હક, મુશફિકર રહીમ, મહમ્મદુલ્લાહ, લિટન દાસ, મહેદી હસન, તૈજુલ ઇસ્લામ, અબુ જાયદ અને ઇબાદત હુસેન

Last Updated : Nov 14, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details