ગુજરાત

gujarat

ENG vs WI, 2nd Test: વિન્ડીઝ ટીમની 65 રન પર 4 વિકેટ, 240 રનની જરૂર

By

Published : Jul 20, 2020, 7:39 PM IST

વિન્ડીઝે પોતાની બીજી ઇનિંગ્સમાં 4 વિકેટ ગુમાવી 65 રન કર્યા છે.

દિવસની અંતે વિન્ડીઝની 65 રન પર 4 વિકેટ, 240 રનની જરૂર
દિવસની અંતે વિન્ડીઝની 65 રન પર 4 વિકેટ, 240 રનની જરૂર

મેન્ચેસ્ટર: ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે વિન્ડીઝ ટીમે 4 વિકેટ ગુમાવી 65 રન કર્યા છે. અત્યાર સુધીમાં વિન્ડીઝે 22.3 ઓવર રમી છે.

સ્ટુઅર્ટ બ્રોડ

વિન્ડીઝ ટીમની શરૂઆત સારી રહી નહતી અને ક્રેગ બ્રેથવેટ 12 અને જોન કેંપબેલ 4 રન પર જ પેવેલિયન પરત ફર્યા હતાં. શાઇ હોપે માત્ર 7 અને રોસ્ટન ચેઝ 6 રન જ બનાવ્યાં હતાં. પીચ પર શારમાહ બ્રુક્સ અને જર્મેઇન બ્લેકવુડ રમી રહ્યાં છે. ઇંગ્લેન્ડે આજે સોમવારે લંચ સુધીમાં સ્ટુઅર્ટ બ્રોડે 3 વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ હાંસિલ કરી છે.

ઇંગ્લેન્ડ અને વિન્ડીઝની ટીમ

આ પહેલા ઇંગ્લેન્ડે બેટિંગ કરતા વિન્ડીઝ સામે 312 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. વિન્ડીઝ ટીમે જીતવા માટે આ લક્ષ્યાંક 85 ઓવરમાં પાર કરવાનો છે.

આ પહેલા ટોસ જીતીને વિન્ડીઝ ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 469 રનમાં 9 વિકેટ સાથે ઇનિંગ્સને પુરી કરી હતી. જેના જવાબમાં વિન્ડીઝે 287 રન બનાવ્યા હતાં.

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 129 રન પર ત્રણ વિકેટ ગુમાવી અને ઇનિંગ્સને પુર્ણ કરી હતી. જેના જવાબમાં વિન્ડીઝને 85 ઓવરમાં 312 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઉલ્લેખનિય છે કે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં બેન સ્ટોક્સ 78 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details