ગુજરાત

gujarat

સૌરવ ગાંગુલીના ઉત્તરાધિકારી તરીકે MS ધોની પરફેક્ટ હતો: અંજુમ ચોપરા

By

Published : Aug 17, 2020, 11:30 AM IST

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાએ કહ્યું કે, "2003માં વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઉપર અને નીચ રહી છે, ત્યારબાદ ધોનીએ ટીમને આગળ લાવી જે રીતે ટીમને ટોર્ચ સુધી પહોંચાડી છે, એ ધોનીના ચારિત્રને દર્શાવે છે.

Dhoni
ભારતીય મહિલા ક્રિકેટ

નવી દિલ્હી: વર્ષ 2007 વર્લ્ડકપમાં ભારતનું સૌથી ખરાબ પ્રર્દશન હતું અને મહેન્દ્ર સિંહ ધોનીએ ત્યારથી જ ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનું શરુ કર્યું હતું, ત્યારબાદ ધોનીએ તે જ વર્ષે ભારતને T-20 વર્લ્ડકપ જીતાડ્યો અને ફરી 4 વર્ષ બાદ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

વિકેટકીપર બેટ્સમેન ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાનું માનવું છે કે, 2007ની નિરાશા બાદ જે રીતે ધોનીએ ટીમને ટોચ પર પહોચાડી છે. એ ધોનીનું ચારિત્ર બતાવે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપડા

અંજુમે કહ્યું કે, "ધોનીનું પરિણામ બોલે છે. દેશ તરફથી વારંવાર પ્રશંસા મળી છે. તેની સફળતા માત્ર આંતરરાષ્ટ્રીય નહીં પણ આઈપીએલમાં પણ છે." ધોનીએ 2007માં રાહુલ દ્રવિડથી વનડે ટીમની કેપ્ટનશીપ અને 2008માં અનિલ કુંબલે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. તે 2014માં તેમના સંન્યાસના સમય સુધી ટેસ્ટ ટીમનો કેપ્ટન રહ્યો હતો અને 2017 સધી તેમણે સીમિત ઓવર સુધી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

મહેન્દ્ર સિંહ ધોની

અંજુમે કહ્યું કે, મને લાગે છે કે, સૌરવ ગાંગુલીના ઉત્તરાધિકારી માટે ધોની પરફેક્ટ છે. નિશ્ચિત રુપથી વચ્ચે રાહુલ દ્રવિડ હતા, પરંતુ આ બધાને છોડી સંન્યાસ લીધા બાદ પણ ધોની ટીમને આગળ લઈ ગયા, માત્ર ટીમને આગળ લઈ જવી નહીં, પરંતુ સીનિયર ખેલાડીઓની બનાવેલા વારસાને પણ ધોની આગળ લઈ ગયા છે.

મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલી

પૂર્વ મહિલા ટીમની કેપ્ટને કહ્યું કે, ધોનીમાં હજુ આ રમતને આપવા માટે ધણું છે અને ટીમને તેમની બેટિંગ અને વિકેટકીપિંગની ખોટ રહશે. માત્ર કેપ્ટન તરીકે જ નહીં પણ મેચ વિજેતા અને ફિનિશર તરીકે પણ રહેશે. ટીમ હવે તેની વિકેટકીપિંગને મિસ કરશે."

ABOUT THE AUTHOR

...view details