ગુજરાત

gujarat

ક્રિકેટર મોઈન અલી પર વિવાદિત ટ્વિટ કરનારી બાંગ્લાદેશની લેખકે ટ્વિટ ડિલીટ કર્યું

By

Published : Apr 7, 2021, 11:14 AM IST

બાંગ્લાદેશની લેખક તસ્લીમા નસરીનના એક ટ્વિટે ઈંગ્લેન્ડના ક્રિકેટમાં ધમાકો કરી નાખ્યો છે. આ લેખકે હાલમાં જ ઈંગ્લેન્ડના હરફનમૌલા મોઈન અલી અંગે ટ્વિટ કર્યું હતું કે, જો મોઈન ક્રિકેટર ન હોત તો તે ISISનો આતંકવાદી બની જાત. તસ્લીમા નસરીનનું આ ટ્વિટ ખૂબ જ વિવાદાસ્પદ હતું અને ઈંગ્લેન્ડના ક્રિકેટર સહિત ઘણા ફેન્સે તસ્લીમાના આ ટ્વિટનો વિરોધ કર્યો હતો. આ મુદ્દા પર વધતા વિવાદને જોતા તસ્લીમાએ પછી અન્ય એક ટ્વિટ કરી સ્પષ્ટ કર્યું હતું કે, મોઈન અલી અંગે તેમણે જે ટ્વિટ કર્યું હતું તે મજાક હતી.

ક્રિકેટર મોઈન અલી પર વિવાદિત ટ્વિટ કરનારી બાંગ્લાદેશની લેખકે ટ્વિટ ડિલીટ કર્યું
ક્રિકેટર મોઈન અલી પર વિવાદિત ટ્વિટ કરનારી બાંગ્લાદેશની લેખકે ટ્વિટ ડિલીટ કર્યું

  • બાંગ્લાદેશની લેખક તસ્લીમા નસરીને મોઈન અલી અંગે કર્યું હતું ટ્વિટ
  • ટ્વિટરમાં લખ્યું હતું કે, મોઈન ક્રિકેટર ન હોત તો ISISનો આતંકવાદી હોત
  • અનેક જગ્યાએથી વિરોધનો સામનો કરતી તસ્લીમાએ ટ્વિટ હટાવ્યું

આ પણ વાંચોઃઈટલીમાં ATP ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ભારતના સુમિત નાગલની હાર

ન્યૂઝ ડેસ્કઃ બાંગ્લાદેશની લેખક તસ્લીમા નસરીને ક્રિકેટર મોઈન અલી અંગે વિવાદાસ્પદ ટ્વિટ કરતા વિવાદ સર્જાયો છે. વિવાદને વધતા જોઈ લેખકે પોતાનું ટ્વિટ હટાવી દીધું હતું. આ લેખકે હાલમાં જ ઈંગ્લેન્ડના હરફનમૌલા મોઈન અલી અંગે ટ્વિટ કર્યું હતું કે, જો મોઈન ક્રિકેટર ન હોત તો તે ISISનો આતંકવાદી બની જાત. તસ્લીમા નસરીનનું આ ટ્વિટ ખૂબ જ વિવાદાસ્પદ હતું અને ઈંગ્લેન્ડના ક્રિકેટર સહિત ઘણા ફેન્સે તસ્લીમાના આ ટ્વિટનો વિરોધ કર્યો હતો. આ મુદ્દા પર વધતા વિવાદને જોતા તસ્લીમાએ પછી અન્ય એક ટ્વિટ કરી સ્પષ્ટ કર્યું હતું કે, મોઈન અલી અંગે તેમણે જે ટ્વિટ કર્યું હતું તે મજાક હતી.

આ પણ વાંચોઃશાદાબ ખાન ઈજાગ્રસ્ત થવાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાંથી બહાર

જોફ્રા આર્ચરે વિવાદિત ટ્વિટ પર ગુસ્સો વ્યક્ત કર્યો

તસ્લીમા નસરીને અન્ય ટ્વિટ કરી જણાવ્યું હતું કે, નફરત કરનારાઓને ખબર હોવી જોઈએ કે આ ટ્વિટ મજાકમાં કરવામાં આવ્યું હતું, પરંતુ લોકોએ મને હેરાન કરવાનો મુદ્દો બનાવી લીધો છે. તસ્લીમાના ટ્વિટ પર જોફ્રા આર્ચરે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે, તસ્લીમાએ મોઈન અલીવાળું ટ્વિટ હટાવી દેવા છતાં જોફ્રા આર્ચનનો ગુસ્સો શાંત નહતો થયો. આર્ચરે ટ્વિટનો જવાબ આપતા કહ્યું હતું કે, આ મજાકની વાત નથી.

ABOUT THE AUTHOR

...view details