ગુજરાત

gujarat

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી બદલ શ્વેતા વર્માને ઉત્તરાખંડના મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા

By

Published : Mar 1, 2021, 2:46 PM IST

ઉત્તરાખંડના પિથૌરાગઢની શ્વેતા વર્માની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શ્વેતાને અભિનંદન પાઠવતા કહ્યું કે, પહાડી પુત્રીએ રાજ્યનું માન વધાર્યું છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી બદલ શ્વેતા વર્માને ઉત્તરાખંડના મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી બદલ શ્વેતા વર્માને ઉત્તરાખંડના મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા

  • પહાડી પુત્રી શ્વેતા વર્માની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
  • સામાન્ય પરિવારમાંથી આવતી શ્વેતાની પસંદગી થતાં પરિવાર અને ગ્રામજનોમાં ખુશી
  • 7 માર્ચે લખનઉ ખાતે યોજાનારી વન-ડે મેચમાં ડેબ્યૂ કરશે

દહેરાદૂન: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પિથૌરાગઢ જિલ્લાના થલ ગામની વતની શ્વેતા વર્માની પસંદગી થતા લોકોમાં ખુશીની લહેર છે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ શ્વેતાને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે, પહાડી પુત્રીએ રાજ્યનું માન વધાર્યું છે. 7 માર્ચના રોજ શ્રેણીની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે લખનૌમાં યોજાશે. આ મેચમાં શ્વેતા વર્મા પણ રમશે.

ઉત્તરાખંડના આંતરિયાળ ગામની વતની

શ્વેતા વર્મા પિથૌરાગઢ જિલ્લાના બેરીનાગ બ્લોક હેઠળ આવતા થલ ગામની વતની છે. શ્વેતા વર્માની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થવાના સમાચાર મળતા જ પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. શ્વેતા વર્માના પિતા મોહનલાલ વર્માનું નિધન થઈ ચૂક્યું છે. જ્યારે, માતા કમલા વર્મા આંગણવાડીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેનો મોટો ભાઈ દુકાન ચલાવે છે.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની સિરીઝ માટે જાહેર કરાઈ ટીમ

શનિવારે ભારત-દક્ષિણ આફ્રિકા સામે રમાનારી 5 વન-ડે અને ટી-20 મેચ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી વન-ડે મેચ 7 માર્ચે લખનઉ માં રમાશે. જેમાં મુંબઈની વિકેટકીપર શ્વેતા વર્માની દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details