ગુજરાત

gujarat

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી પછી વધુ 2 કોચ કોરોના સંક્રમિત થતા BCCI કોચ અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ

By

Published : Sep 7, 2021, 3:09 PM IST

કોરોનાના કારણે ક્રિકેટર્સે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. જોકે, તેમ છતાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે. ત્યારે BCCI ટીમના કોચ અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. કારણ કે, ગયા સપ્તાહે શાસ્ત્રી અને વિરાટ કોહલી લંડનમાં એક ભીડવાળી જગ્યાએ ગયા હતા. ત્યારબાદ રવિવારે રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હતા

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી પછી વધુ 2 કોચ કોરોના સંક્રમિત થતા BCCI કોચ અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી પછી વધુ 2 કોચ કોરોના સંક્રમિત થતા BCCI કોચ અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ

  • કોરોનાના કારણે ક્રિકેટર્સે અનેક પાબંધીઓનો સામનો કરવો પડી રહ્યો છે
  • રવિવારે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હતા
  • BCCI ટીમના કોચ અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે
  • કોચ અને કેપ્ટન મંજૂરી વગર ભીડવાળી જગ્યાએ ગયા હોવાથી BCCI નારાજ
  • રવિ શાસ્ત્રી પછી વધુ 2 કોચ કોરોના સંક્રમિત, BCCI માગશે જવાબ

ન્યૂઝ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટને જીતી છે. જોકે, BCCI ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. કારણ કે, ગયા સપ્તાહે શાસ્ત્રી અને વિરાટ લંડનમાં એક ભીડવાળી જગ્યાએ ગયા હતા. ત્યારબાદ રવિવારે રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો-IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતનો 157 રને વિજય, સિરીઝમાં 2-1થી આગળ

ઈંગ્લેન્ડ પ્રવાસ અને ટીમના આરોગ્યને જોખમમાં મુક્યું

એક રિપોર્ટ મુજબ, રવિ શાસ્ત્રી અને કોહલી કેટલાક બીજા ટીમ મેમ્બર્સની સાથે બુક લોન્ચ ઈવેન્ટમાં (Book launch event) ગયા હતા. બંને સ્ટેજ પર પણ ગયા હતા. આ ઈવેન્ટમાં જવા માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (England Cricket Board) પાસેથી મંજૂરી પણ લેવામાં આવી નહતી. જ્યારે ટીમ આ ઈવેન્ટમાં પહોંચી તો સમગ્ર રૂમ લોકોથી ભરેલો હતો. BCCI આ લાપરવાહીથી નારાજ છે. કારણ કે, કોરોના મહામારી દરમિયાન આ પગલું ટીમના આરોગ્ય અને સમગ્ર પ્રવાસને સંકટમાં મૂકી શકતું હતું.

આ પણ વાંચો-ઑવલ ટેસ્ટ: ઇંગ્લેન્ડની મજબૂત શરૂઆત, વિના વિકેટે બનાવી લીધા 77 રન, હજુ પણ 291 રનની જરૂર

ઈવેન્ટમાં ગયા પછી રવિ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

આ ઈવેન્ટના થોડા દિવસો પછી શાસ્ત્રીનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે શાસ્ત્રીના નજીકના બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધર આવ્યા હતા. સોમવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ટીમના ફિઝિયો નીતિન પટેલ હાલ પણ આઈસોલેશનમાં છે.

માન્ચેસ્ટરમાં સખત નિયમોનો સામનો કરશે ટીમ

સોશિયલ મીડિયા પર આવેલા આ ઈવેન્ટના ફોટોઝ BCCIની સાથે શેર કરવામાં આવ્યા છે. બોર્ડ આ મામલાની તપાસ કરશે. તથા શાસ્ત્રી-કોહલી પાસેથી જવાબ માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટનાથી બોર્ડ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. આ મામલામાં બોર્ડ ટીમના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગિરીશ ડોંગરેના રોલની તપાસ કરી રહ્યું છે. BCCI હવે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડની સાથે સતત સંપર્કમાં છે અને તે ભરોસો અપાવવાની કોશિશ કરી રહ્યું છે કે આગળ જતાં આવી ઘટના બનશે નહીં.

માન્ચેસ્ટરમાં બાયોબબલ ખૂબ જ સખત રહેશે

જોકે, આ ઘટના પછી હવે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયાએ સખત નિયમોનો સામનો કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, માન્ચેસ્ટરમાં બાયોબબલ ખૂબ જ સખત રહેશે. આ ટેસ્ટના 5 દિવસ પછી IPL પણ શરૂ થઈ રહી છે અને UAEમાં થનારી આ ટૂર્નામેન્ટમાં પણ પ્લેયર્સ બાયોબબલમાં જશે નહીં.

BCCI સેક્રેટરી જય શાહે લખ્યો હતો પત્ર

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં સેક્રેટરી જય શાહે તમામ ટીમ મેમ્બર્સને પત્ર લખ્યો હતો. તેમાં ભીડવાળી ઈવેન્ટથી બચવા અને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું હતું. આમ પણ આ ઓફિશિયલ ઈવેન્ટ નહોતી. આ BCCI કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ઈવેન્ટ નહોતી. અધિકારીઓનું માનવું છે કે આ ઈવેન્ટથી બચી શકાતું નહતું.

ABOUT THE AUTHOR

...view details