ગુજરાત

gujarat

WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, જાણો ક્યા-ક્યા ખેલાડીને મળી તક

By

Published : May 7, 2021, 7:23 PM IST

Updated : May 7, 2021, 8:32 PM IST

WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત
WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત ()

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન સાઉથૈમ્પટનમાં રમાશે. ત્યારબાદ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે.

  • BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ ટીમની જાહેરાત કરી
  • ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન રમાશે
  • ઈંગ્લેન્ડ સામે યોજાનાર 5 મેચની ટેસ્ટ સીરીઝ માટે પણ ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામે જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે તેમજ ઈંગ્લેન્ડ સામે યોજાનાર 5 મેચની ટેસ્ટ સીરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રમાશે ટેસ્ટ સીરીઝ

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન સાઉથૈમ્પટનમાં રમાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

આ પણ વાંચોઃ જાણો શું છે World Test Championship? ક્યારે અને કોની સાથે થશે ભારતની ટક્કર, જાણો પૂર્ણ શેડ્યૂલ

ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ -કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટ કીપર), આર, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ (ફિટનેસ ક્લિયરન્સને હેઠળ) રિદ્ધિમાન સાહા (વિકેટકીપર, ફિટનેસ ક્લિયરન્સ હેઠળ).

સ્ટેન્ડબાય ખેલાડીઃઅભિમન્યુ ઈસ્વરન, પ્રસિદ્વ કૃષ્ણા, આવેશ ખાન, અર્જન નાગવાસવાલા

Last Updated :May 7, 2021, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details