ગુજરાત

gujarat

રૂબીના દિલેકે જીત્યો બીગબોસ-14નો તાજ, રૂપિયા 36 લાખ ઇનામમાં મળ્યા

By

Published : Feb 22, 2021, 9:02 AM IST

ટીવી ચેનલ પર આવતો શૉ બીગબોસ-14ના વિજેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વખતે ટીવી એક્ટ્રેસ રૂબીના દિલેકે બીગબોસ-14ની ટ્રોફી પોતાના નામે કરી છે. આ સાથે જ તેને રૂપિયા 36 લાખ ઈનામ તરીકે મળશે.

રૂબીના દિલેકે જીત્યો બીગબોસ-14નો તાજ, રૂ. 36 લાખ મળ્યા ઈનામમાં
રૂબીના દિલેકે જીત્યો બીગબોસ-14નો તાજ, રૂ. 36 લાખ મળ્યા ઈનામમાં

  • શોના હોસ્ટ સલમાન ખાને વિજેતાનું નામ કર્યું જાહેર
  • રૂબીના દિલેક જાણીતી ટીવી એક્ટ્રેસ છે
  • દર્શકોની અટકળોને સાચી સાબિત કરી વિજેતાનું નામ જાહેર કરાયું

મુંબઈઃ દર્શકોની અટકળોને સાચી સાબિત કરતા આખરે બીગબોસે પોતાના શૉના 14મા વિજેતાનું નામ જાહેર કરી દીધું છે. શૉના તમામ કન્ટેસ્ટન્ટને મ્હાત આપીને રૂબીના દિલેક બની છે બીગબોસ-14ની વિજેતા. શોના હોસ્ટ સલમાન ખાને રૂબીનાનું નામ જાહેર કર્યું હતું. આના કારણે રૂબીનાના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રૂબીના ઘણી વાર શૉની હાઈલાઈટ રહી

રૂબીની દિલેકે શો દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. તે પતિ અભિનવ શુક્લા સાથે અહીં આવી હતી. તે ઘણી વાર શૉની હાઈલાઈટ પણ રહી છે. તેની પર્સનાલિટીને જોઈને આ ટ્રોફી આપવામાં આવી છે. 140 દિવસ ચાલેલા આ શૉને લઈને દર્શકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details