ગુજરાત

gujarat

રિયા ચક્રવર્તીને રેપ-સ્યૂસાઇડની ધમકી મળી, અભિનેત્રીએ નોંધાવી ફરિયાદ

By

Published : Jul 16, 2020, 4:05 PM IST

સુશાંત સિંહ રાજપૂતની નજીકની મિત્ર રિયા ચક્રવર્તી છેલ્લા 1 મહિનાથી ટ્રોલરના નિશાના પર છે. કેટલાક લોકો રિયાને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર પણ ગણાવી રહ્યા છે. રિયાએ સુશાંતના મૃત્યુના 1 મહિના પૂરા થવા પર ઇમોશનલ પોસ્ટ લખી હતી. પરંતુ ટ્રોલર્સે રિયા પર હુમલો કરતા તેને આ નાટક બંધ કરવાનું કહ્યું હતું.

રિયા ચક્રવર્તીને રેપ-સ્યુસાઇડની ધમકી મળી, અભિનેત્રીએ કરી ફરિયાદ

મુંબઈ: હવે રિયાનો ધૈર્ય તૂટી ગયો છે. એક હેકરે રિયાને દુષ્કર્મ અને ખૂન કરવાની ધમકી આપે છે. રિયાને સ્યૂસાઇડ કરવા માટે પણ ધમકી આપી હતી. ત્યાર બાદ રિયા આ મેસેજ વાંચ્યા પછી ચૂપ નહીં બેઠી અને તેણે યુઝર સામે એક્શન લીધી છે.

રિયાએ ટ્રોલરના મેસેજના સ્ક્રિનશોર ઇંસ્ટા પર શેર કર્યા છે. જેમાં ધમકી આપવા વાળા ઇસમે લખ્યું છે કે, હું ખાતરી કરુ છું કે તારો રેપ અને મર્ડર થાય. તું સ્યૂસાઇડ કર નહી તો હું લોકોને તને મારવા માટે મોકલીશ.

રિયાએ ટ્રોલરને ધમકાવતા પોસ્ટમાં લખ્યું મને ગોલ્ડ ડિગર કીધું હું ચૂપ રહી…મને મર્ડરર કીધું હું ચૂપ રહી…મને સ્લટ શેમ કરવામાં આવી..હું ચૂપ રહી.

પરંતુ મારી આ ખામોશી તમને કેવી રીતે અધિકાર આપે છે કે, તમે એમ કહો કે મારો રેપ અને મર્ડર કરાવી દેવામાં આવશે, જો મે સ્યૂસાઇડ નહી કર્યુ તો. તમે જે કીધું શું તમને તેની ગંભીરતાનો કોઇ અંદાજો છે.?

વધુમાં કહ્યું કે, આ ક્રાઇમ છે. કાનૂન પ્રમાણે કોઇ પણ મતલબ કોઇ પણ આ પ્રકારે હૈરેસમેંટ અને જહેર નથી ફેલાવી શકતુ.હુ સાઇબર ક્રાઇને અપીલ કરુ છું કે, તેઓ આ મામલામાં જરૂરી એકશન લે. હવે બસ બહુ થઇ ગયું.

સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં બાંદ્રા પોલીસે રિસા ચક્રવર્તીને પણ પૂછપરછ કરી હતી. સુશાંત અને રિયાએ સાથે એક ફિલ્મ સાઇન કરી હતી. પરંતુ સુશાંતના દુનિયા છોડીને જવાના કારણે હવે પર્દા પર તે બન્નેની જોડી ક્યારેય નહી દેખાય.

ગત દિવસોમાં સુશાંતને યાદ કરતા રિયાએ પોસ્ટમાં લખ્યુ હતું કે ‘તે મને પ્રેમ અને તેની તાકત પર વિશ્વાસ કરતા શિખવાડ્યું . તે મને શિખવાડ્યું કે એક સાધારણ ગણિતને સવાલ કેવી રીતે જીવનના અર્થને સમજાવી શકે છે.મે દરરોજ તારાથી શીખ્યું . હું ક્યારેય એવું નહી સમજુ કે તું અહિંસા સાથે નથી.’

”હું હવે ટૂટતા તારાની રાહ જોઇસ અને માંગીશ કે તુ મારી પાસે પાછો આવી જાય.તું એક ખૂબસૂરત માણસ હતો, જે દુનિયાએ જોયું. મારા શબ્દો અમારા પ્રેમને વ્યક્ત કરવામાં અસમર્થ છે. મને લાગે છે કે જ્યારે તું કહેતો હતો કે અમારો પ્રેમ આ બધાથી અલગ છે,તો ખરેખર એવું જ હતું.”

ABOUT THE AUTHOR

...view details