ગુજરાત

gujarat

Raj Kundra ની ધરપકડ માટે Mumbai Police એ 3 મહિનાનો સમય કેમ લીધો?

By

Published : Jul 21, 2021, 2:33 PM IST

Bollywood actress Shilpa Shetty ના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra ) અશ્લીલ ફિલ્મ મેકિંગની પ્રવૃત્તિઓ ફેબ્રુઆરી-માર્ચમાં મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના રડાર ઉપર આવી હતી. જોકે અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તે પ્રકાશિત કરવાના આક્ષેપ સાથેના કેસમાં રાજની ધરપકડ કરી લેવા માટે Mumbai Police ને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

Raj Kundra ની ધરપકડ માટે Mumbai Police એ 3 મહિનાનો સમય કેમ લીધો?
Raj Kundra ની ધરપકડ માટે Mumbai Police એ 3 મહિનાનો સમય કેમ લીધો?

  • Bollywood actress Shilpa Shetty ના પતિ રાજ કુંદ્રાનો 'અશ્લીલકાંડ'
  • મુંબઈ પોલિસે ફરિયાદ નોંધાયાના 3 મહિના બાદ કુંદ્રા સામે કરી કાર્યવાહી
  • કઇ રીતે રાજ કુંદ્રાના કરતૂતોના પુરાવા ભેગાં કર્યાં, જાણો

મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ( Bollywood actress Shilpa Shetty ) ના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra ) સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાંચ ( Mumbai Police ) દ્વારા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલાક એપ્સ દ્વારા તેને પ્રકાશિત કરવાના કેસ સંબંધિત છે. મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

Raj Kundra સામે કેસને મજબૂત બનાવવા વિલંબ

જાણવા જેવું છે કે એપ્રિલમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલા કેસમાં Raj Kundra ની ધરપકડના વિલંબ વિશે બોલતા મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર (Crime) મિલિંદ ભારંબેએ કહ્યું હતું કે એક મજબૂત કેસ બનાવવા માટે ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા મળ્યાં છે. પોલીસ કડક કાર્યવાહી કરે તે પહેલાં પૈસા ટ્રાન્સફર, ખાતાઓની માલિકી, સામગ્રી અને પ્રકાશકની ચકાસણી વગેરેના પુરાવા મેળવવા માટે આ સમય લાગી ગયો હતો.

નાણાં ટ્રાન્સફર માટેની જાળ ભેદાઈ

વિવિધ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થતાં હોવાનું ભારંબેએ જણાવ્યું હતું, પોર્ન ફિલ્મોના રેકેટનો ભોગ બનેલા લોકોને થોડાક હજાર રૂપિયા જ મળતાં હતાં. તપાસ દરમિયાન તે પ્રકાશમાં આવ્યું કે આર્મસ્પ્રાઇમ નામની કંપનીએ કેનરીન માટે એપ્લિકેશન (હોટશોટ્સ) તૈયાર કરી હતી અને તેમાં વ્યક્તિગત એપ્લિકેશનો પણ હતી. વિયાન ઇન્ડસ્ટ્રીઝે કેનરીન સાથે કન્ટેન્ટ બનાવવાની જવાબદારી અને યુકે સ્થિત એન્ટિટી દ્વારા કુંદ્રાની ( Raj Kundra ) કંપનીમાં નાણાં ટ્રાન્સફર કરવાની જવાબદારી અંગે કરાર કર્યો હતો.

નાણાં વિદેશી કંપની પર વહીવટ મુંબઈથી

તેમણે જણાવ્યું હતું કે નાણાં (એપ્લિકેશનોનો ઉપયોગ કરવા માટે) કેનરીનના નામ પર આવતા હતાં. તેમ છતાં તેનું મેનેજમેન્ટ મુંબઇથી થતું હતું. ભારંબેએ જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઇમ બ્રાંચે ( Mumbai Police ) આ કેસ સંભાળ્યો તે પહેલાં મહારાષ્ટ્ર સાયબર વિભાગને રેકેટ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. માલવણી પોલીસે બે મહિલાઓની ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરી હતી, જ્યારે અન્ય એક મહિલાએ મુંબઇથી લગભગ 120 કિલોમીટર દૂર લોનાવાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન માંગ્યું, મોડેલે કહ્યું શિલ્પા શેટ્ટીની થવી જોઇએ પૂછપરછ

અત્યાર સુધીમાં 12 આરોપીની થઈ ધરપકડ

2021ના ​​ફેબ્રુઆરીમાં કેટલાક પીડિતોએ માલવણી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યા બાદ મુંબઇ ક્રાઈમ બ્રાંચે ( Mumbai Police ) આ કેસની તપાસ શરૂ કરી હતી. માલવણી પોલીસે કરેલી તપાસ બાદ ક્રાઈમ બ્રાંચ-સીઆઈડી અને સંપત્તિ સેલ દ્વારા ઓછામાં ઓછી 12 ધરપકડ કરવામાં આવી છે. કુંદ્રા ( Raj Kundra ) સહિત તેના ટેક સહયોગી રાયન જે. થાર્પેની ધરપકડ પણ થઈ છે જેને મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચોઃ Raj Kundra Case: બોલિવૂડ મોડલે સંભળાવી આપવીતી, કહ્યું- શિલ્પા શેટ્ટીની ધરપકડ કેમ નહિં?

ABOUT THE AUTHOR

...view details