ગુજરાત

gujarat

બોલીવૂડના ઇતિહાસની સૌપ્રથમ OTT રીલિઝ ‘ગુલાબો સિતાબો’ દર્શકોને કેવી લાગી ?

By

Published : Jun 12, 2020, 4:46 PM IST

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર કોમેડી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને લઈને દર્શકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. સોશીયલ મીડિયા પર લોકો ફિલ્મને લઈને તેમના અભિપ્રાયો શેર કરી રહ્યા છે.

બોલીવૂડના ઇતિહાસની સૌપ્રથમ OTT રીલિઝ ‘ગુલાબો સિતાબો’ દર્શકોને કેવી લાગી ?
બોલીવૂડના ઇતિહાસની સૌપ્રથમ OTT રીલિઝ ‘ગુલાબો સિતાબો’ દર્શકોને કેવી લાગી ?

મુંબઈ: અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની શૂજિત સરકારના નિર્દેશન હેઠળ બનેલી કોમેડી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ ઓનલાઇન સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે નેટિઝંસ દ્વારા આ ફિલ્મને સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા છે. ખાસ કરીને અમિતાભ અને આયુષ્માનના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

એક યુઝરે બિગ બી નો ફોટો શેર કરતા લખ્યું, “અમિતાભ કાયમ પોતાના ઓન-સ્ક્રીન જાદુથી લોકોને મોહિત કરવામાં સફળ રહે છે.”

તો અન્ય એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું, “ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ અભિનેતા અમિતાભ અને શાહરૂખની જેમ અવાજમાં ફેરફાર લાવી શકે નહી. નિશંકપણે સૌથી ઉત્તમ કલાકારો જે ભારત પાસે છે.”

બોલીવૂડના ઇતિહાસની સૌપ્રથમ OTT રીલિઝ ‘ગુલાબો સિતાબો’ દર્શકોને કેવી લાગી ?

એક યૂઝરે બંને કલાકારોના અભિનયની સરાહના કરતા કહ્યુ, “આ ફિલ્મ જોયાને ત્રણ કલાક થઈ ગયા છે તેમ છતાં તેની અસર એવીને એવી જ છે.”

કેટલાક લોકો ફિલ્મની થીમના વખાણ કરી રહ્યા છે તો કેટલાક ફિલ્મના કલાકારોના અભિનયના. કેટલાક લોકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ પણ આપ્યા છે પરંતુ કલાકારોની મહેનતને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

આ ફિલ્મમાં પહેલીવાર અમિતાભ અને આયુષ્માનની જોડી જોવા મળી રહી છે. પહેલા 17 એપ્રિલે આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થનાર હતી પરંતુ લોક ડાઉન ના લીધે તેને ઓનલાઇન સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો. તેનું ટ્રેલર પણ ઓનલાઇન જ રીલિઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મની વાર્તા લખનઉની એક હવેલીના માલિક અમિતાભ અને તેના ભાડુઆત આયુષ્માન ખુરાના વચ્ચે આકાર લે છે. આયુષ્માન લખનઉમાં ભણવા આવે છે પરંતુ અમિતાભ નથી ઈચ્છતો કે તે તેની હવેલીમાં રોકાય. આથી તે આયુષ્માનને હવેલીમાંથી કાઢવાના શક્ય તમામ પ્રયાસો કરે છે.

ABOUT THE AUTHOR

...view details