ગુજરાત

gujarat

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો...

By

Published : May 15, 2020, 3:38 PM IST

લોકડાઉનને કારણે તમામ સિનેમાહોલ બંધ થયા છે. એવામાં મેકર્સ ફિલ્મોને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. અલગ-અલગ ભાષાઓમાં 7 ફિલ્મોની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે, જે ઓટીટી પ્લોટફોર્મ પર રિલીઝ થવાની છે. જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ગુલાબો સિતાબો' અને જ્યોતિકા સ્ટારર 'પોનમાગલ વંધાલ' સહિત કુલ સાત ફિલ્મોનો સમાવેશ છે.

Etv Bharat, Gujarati News, Bollywood News, film releasing on OTT
film releasing on OTT

મુંબઇઃ કોરોના વાઇરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીની હાલત ખૂબ જ ખરાબ છે. એવામાં ફિલ્મોના શૂટિંગ પણ થઇ શકતા નથી અને સિનેમાહોલ બંધ હોવાથી ફિલ્મો પણ રિલીઝ થઇ શકતી નથી.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

એવામાં મેકર્સે ફિલ્મોને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં દેશની કેટલીય ભાષાઓની ફિલ્મોનો સમાવેશ છે. જેમ કે, અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર શૂજિત સિરકારની 'ગુલાબો સિતાબો', વિદ્યા બાલનની મુખ્ય ભુમિકાવાળી 'શકુંતલા દેવી', જ્યોતિકા સ્ટારર 'પોનમાગલ વંધાલ' સહિત કેટલીય અન્ય ફિલ્મોને મેથી ઓગસ્ટની વચ્ચે એમેઝોન પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર કરવામાં આવશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

શૂજિત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબોની આગામી પ્રીમિયરની ઘોષણા બાદ એમેઝોન પ્રાઇમ વીડિયોએ ગુરુવારે એવી જ છ ભારતીય ફિલ્મોની ઘોષણા કરી છે, જેનું સીધું પ્રસારણ ડિજિટલી કરવામાં આવશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

ફિલ્મોના પ્રીમિયર વિશેષ રુપે પ્રાઇમ વીડિયો પર આવતા 3 મહીનામાં થશે અને આ દુનિયાભરના 200 દેશો અને વિસ્તારોમાં ઉપલબ્ધ થશે.

ભારતમાં એમેઝોન પ્રાઇમ વીડિયોના નિર્દેશક અને કન્ટેન્ટ હેડ વિજય સુબ્રમણ્યમે કહ્યું કે, અમે પ્રાઇમ વીડિયોમાં આપણા ગ્રાહકોની પસંદનું કામ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ અને આ વિશ્વાસ અમારા નવીનતમ રજૂઆતની ઉત્પતિ છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

તેમણે આગળ કહ્યું કે, છેલ્લા 2 વર્ષોમાં પ્રાઇમ વીડિયો અમારા ગ્રાહકો માટે ભાષાઓથી પરે સિનેમાઘરોમાં રિલીઝ થવાના અમુક અઠવાડિયા અંદર જ નવી ફિલ્મોને જોવા માટે એક પસંદીદા સ્થાન બન્યું છે. હવે અમે એક કદમ આગળ વધવા જઇ રહ્યા છીએ. જેના હેઠળ ભારતની સાત મોટી ફિલ્મો સામેલ છે. દર્શકો તેને ઘરે બેઠા જ સિનેમાનો અનુભવ કરવા માટે વિશેષ રુપે પ્રાઇમ વીડિયો પર જોઇ શકશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

પોનમાગલ વંધામ (તમિલ), 29 માર્ચથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર દસ્તક આપવા જઇ રહી છે.

જ્યોતિકા, પાર્થીબન, ભાગ્યરાજ, પ્રતાપ અને પંડિયારાજન દ્વારા અભિનિત પોનમાગલ વંધાલ એક લીગલ ડ્રામા છે. આ ફિલ્મના લેખક અને નિર્દેશક જે.જે ફ્રેડ્રિક છે અને તેને સૂરિયા અને રાજશેખર કપૂર સુંદરા પાંડિયને પ્રોડ્યુસ કરી છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

ગુલાબો સિતાબો (હિન્દી), 12 જૂનથી અમેઝોન પ્રાઇમ વીડિયો પર...

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના દ્વારા અભિનીત ફિલ્મ ગુલાબો સિતાબો એક પારિવારિક કૉમેડી છે. જેમાં સામાન્ય નાગરિકના દૈનિક સંઘર્ષ વિશે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મને જૂહી ચતુર્વેદીએ લખી છે અને શૂજિત સિરકારે નિર્દેશિત કરી છે અને રોની લાહિડી તેમજ શીલ કુમાર તેના નિર્માતા છે.

પેંગ્વિન (તમિલ અને તેલુગૂ), 19 જૂનથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર...

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સાત ભારતીયોની ફિલ્મો

કીર્તિ સુરેશ દ્વારા અભિનીત પેંગ્વિનના લેખક અને નિર્દેશક ઇશ્વર કાર્તિક છે. આ ફિલ્મના નિર્માતા સ્ટોન બેન્ચ અને કાર્તિક સુબ્બારાજ છે.

લૉ (કન્નડ), 26 જૂનથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર...

રાગિની ચંદ્રન, સીરી પ્રહ્લાદ અને મહાન અભિનેચા મુખ્ય પ્રધાન ચન્દ્રુ દ્વારા અભિનીત લૉના લેખક અને નિર્દેશક રઘુ સમર્થ છે અને નિર્માતા અશ્વિની તથા પુનીત રાજકુમાર છે.

ફ્રેન્ચ બિરયાની ( કન્નડ), 24 જૂલાઇથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર...

ફ્રેન્ચ બિરયાનીમાં દાનિશ સૈત સાલ યૂસુફ અને પિતોબાશ મુખ્ય ભુમિકામાં છે. લેખક અવિનાશ બાલેક્કલા છે, પન્નાગા ભારાનાએ તેને નિર્દેશિત કરી છે અને તેના નિર્માતા અશ્વિની, પુનીત રાજકુમાર અને ગુરુદત્ત એ. તલવાર છે.

શંકુતલા દેવી (હિન્દી) ની રિલીઝ ડેટ હાલ ફાઇનલ નથી

શંકુતલા દેવીમાં મુખ્ય ભુમિકા વિદ્યા બાલને નિભાવી છે. આ એક લેખિકા અને ગણિતજ્ઞ શંકુતલા દેવીના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા છે, જે હ્યુમન કોમ્પ્યુટરના નામથી ફેમસ હતી. આ ફિલ્મનું નિર્દેશન અનુ મેનને કર્યું છે. આ ફિલ્મ સોની પિક્ચર્સ નેટવર્ક્સ પ્રોડક્શન્સ અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે.

સુફીયમ સુજાથાયુમ (મલયાલમ) ની રિલીઝ ડેટની જાહેરાત થવાની બાકી છે.

અદિતિ રાવ હૈદરી અને જયસુર્યા દ્વારા અભિનીત આ ફિલ્મના લેખક અને નિર્દેશક નારાનીપુઝા શાનાવાસ છે અને નિર્માતા વિજય બાબૂનું ફ્રાઇડે ફિલ્મ હાઉસ છે.

ABOUT THE AUTHOR

...view details