ગુજરાત

gujarat

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતને પગલે વધુ એક કિશોરીએ કરી આત્મહત્યા

By

Published : Jul 23, 2020, 10:33 PM IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતમાં વધુ એક કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. છત્તીસગઢની આ કિશોરીએ મરતા પહેલા સ્યૂસાઇડ નોટ છોડી હતી જેમાં તેણે લખ્યું હતું કે સુશાંતનું આમ અચાનક ચાલ્યા જવું તેને ગમ્યુ નહીં.

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતને પગલે વધુ એક ટીનેજરે કરી આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતને પગલે વધુ એક ટીનેજરે કરી આત્મહત્યા

છત્તીસગઢ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના આઘાતમાં ભિલાઈની એક ટાઉનશિપમાં રહેનારી કિશોરીએ ગળેફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ કિશોરી સાતમા ધોરણની વિદ્યાર્થીની હતી.

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતને પગલે વધુ એક ટીનેજરે કરી આત્મહત્યા

તેણે એક સ્યૂસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં તેણે લખ્યું હતું કે સુશાંતનું આમ અચાનક ચાલ્યા જવાને કારણે તે આઘાતમાં છે. આ ઘટના સમયે તેના માતાપિતા બહાર ગયા હતા. તે ઘરમાં એકલી હતી અને સુશાંતની ફિલ્મ જોઇ રહી હતી.

આ છોકરીના માતાપિતા જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે પુત્રીને લટકતી હાલતમાં જોતા તેને નીચે ઉતારી સેકટર-9ની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેને ડૉકટરોએ મૃત જાહેર કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ કિશોરી સુશાંતની ફેન હતી અને સુશાંતની આત્મહત્યાની ઘટના બાદ ઘણા દિવસો સુધી ઉદાસ રહેતી હતી.

ABOUT THE AUTHOR

...view details