ગુજરાત

gujarat

'બ્લેક લાઇવ્સ મેટર' પોસ્ટ પર ટ્રોલ થઈ એક્ટર તમન્ના ભાટિયા

By

Published : Jun 7, 2020, 12:58 PM IST

અભિનેત્રી તમન્ના ભાટિયાને તેના હેશટેગ 'ઓલલાઇવ્સમેટર' પોસ્ટને લઇને સોશિયલ મીડિયા પર ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની આ પોસ્ટ અમેરિકામાં ચાલી રહેલા આંદોલન 'બ્લેક લાઇવ્સ મેટર'ના સમર્થનમાં હતી.

Tamannaah Bhatia
અભિનેત્રી તમન્નાહ ભાટિયા

મુંબઈ: અભિનેત્રી તમન્ના ભાટિયાને તેના હેશટેગ 'ઓલલાઇવ્સમેટર' પોસ્ટને લઇને સોશિયલ મીડિયા પર ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની આ પોસ્ટ અમેરિકામાં ચાલી રહેલા આંદોલન 'બ્લેક લાઇવ્સ મેટર'ના સમર્થનમાં હતી.

જેના કારણે યુઝર્સ તેને ખૂબ જ ખરુ ખોટું સંભળાવી રહ્યાં છે. છેલ્લા કેટલાંક દિવસોમાં કરણ જોહર, પ્રિયંકા જોનાસ, કરીના કપુર ખાન, દિશા પટણી અને ઇશાન ખટ્ટર સહિતની હસ્તીઓએ 'બલેક લાઇવ્સ મેટર' આંદોલનને સમર્થન આપ્યું છે. અમેરિકામાં એક આફ્રિકીના નિર્દય મોત બાદ ત્યાં હિંસા ફાટી નીકળી છે. જેમાં અશ્વેતની સાથે થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે.

તમન્નાહએ હાલમાં જ પોસ્ટના માધ્યમથી તેની વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો છે. અભિનેત્રીએ એક તસ્વીર શેર કરી છે, જે તસ્વીરમાં તેના ચહેરા પર કાળા રંગની હથેળીની છાપ જોવા મળે છે.

તસ્વીર સાથે તમન્નાએ લખ્યું કે, તમારૂં મોન તમારું રક્ષણ કરી શકે નહીં. શું દરેક પ્રાણી, મનુષ્યને જીવવાનો અધિકાર નથી ? કોઇપણ પ્રકારનું મોત કાયદાની વિરૂધ્ધ છે. આપણે ફરીથી મનુષ્ય બનવાનું શીખવું જોઇએ. કરૂણા અને પ્રેમ કરવો જોઇએ. # ઓલલાઇવ્સમેટર '

કેટલાક લોકોએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા કે, તેણે પોતાના ગળાને કાળા રંગથી રંગ્યું છે, જ્યારે કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે, અભિનેત્રી ભારતના મુદ્દાઓ પર કેમ નથી બોલતી.

ABOUT THE AUTHOR

...view details