ગુજરાત

gujarat

સુઝૈને પરિવારની ખુશહાલીનો શેર કર્યો વીડિયો, સંજય ખાન અને ઝાએદ ખાને કાપી કેક

By

Published : Jul 6, 2021, 3:15 PM IST

Updated : Jul 6, 2021, 5:12 PM IST

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝૈન ખાને (Suzanne khan) ફિલ્મોમાં તો પોતાની કારકિર્દી નથી બનાવી, પરંતુ અભિનેત્રીઓની જેમ ચર્ચામાં રહે છે. સુઝૈન ખાન સોશિયલ મીડિયા પર પોતાની નવી પોસ્ટના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સુઝૈન ખાને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાના પરિવાર સાથે કેક કાપતો વીડિયો ( Video ) શેર કર્યો હતો. જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

સુઝૈને પરિવારની ખુશહાલીનો શેર કર્યો Video, સંજય ખાન અને ઝાએદ ખાને કાપી કેક
સુઝૈને પરિવારની ખુશહાલીનો શેર કર્યો Video, સંજય ખાન અને ઝાએદ ખાને કાપી કેક

  • અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝૈન ખાને (Suzanne khan) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • શેર કરેલા વીડિયોમાં Suzanne khan પરિવાર સાથે મજા માણી રહી છે
  • વીડિયોમાં સુઝૈનનો ભાઈ અભિનેતા ઝાએદ ખાન અને પિતા સંજય ખાન કેક કાપી રહ્યાં છે

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): સુઝૈન ખાન (Suzanne khan) હિન્દી સિનેમાના પીઢ અભિનેતા સંજય ખાનની (Sanjay Khan) પુત્રી છે. આ સાથે જ તે હૃતિક રોશનની (Hritik Roshan) પૂર્વ પત્ની પણ છે. જોકે, અન્ય અભિનેત્રીઓ કરતા પણ સુઝૈન ખાન ખૂબ જ ચર્ચામાં રહે છે. સુઝૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ( Video ) શેર કર્યો છે.

વીડિયોમાં ( Video ) સુઝૈન (Suzanne khan) તેના પિતા સંજય ખાન (Sanjay Khan) અને ભાઈ અભિનેતા ઝાએદ ખાન (Zayed Khan) કેક કાપતા જોવા મળી રહ્યાં છે. આ સાથે જ તમામ લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ સુઝૈન ખાને રિતિક રોશન સાથે સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો શેર

પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે સુઝૈન ખાન

આ વીડિયો ( Video ) શેર કરતા સુઝૈન ખાને (Suzanne khan) કેપ્શનમાં લખ્યું હતું કે, મારો પરિવાર. આ મારા પોતાના લોકોનું ગ્રુપ છે, જે મનોરંજન કરે છે, રોવે છે, હસે છે અને જીવનમાં એકબીજાને મદદ કરે છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આ તમામ સેલિબ્રિટી મારી આસપાસ છે. આ અગાઉ સુઝૈને તેના ભાઈ ઝાએદ ખાનના જન્મદિવસે પણ એક વીડિયો ( Video ) શેર કર્યો હતો.

આ પણ વાંચોઃ શશી કપૂરનો પૌત્ર ઝહાન કપૂર Bollywoodમાં કરશે એન્ટ્રી, પહેલી ફિલ્મનું શરૂ કર્યું શૂટિંગ

Last Updated : Jul 6, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details