ગુજરાત

gujarat

રમઝાન મહિનામાં 25 હજાર પ્રવાસી મજૂરોને ભોજન સામગ્રી આપશે સોનુ સુદ

By

Published : Apr 23, 2020, 6:54 PM IST

કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે દરેક લોકો પોતાની રીતે મદદ કરી રહ્યાં છે. બોલીવૂડ સ્ટાર્સ પણ ગરીબ અને જરૂરિયાતમંદો માટે આગળ આવી રહ્યાં છે. એવામાં સોનુ સુદે ફરી એકવાર 25 હજાર પ્રવાસી મજૂરોને ભોજન આપવાનું નક્કી કર્યું છે.

Etv bharat
sonu sud

મુંબઈઃ કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે દરેક લોકો પોતાની રીતે મદદ કરી રહ્યાં છે. બોલીવૂડ સ્ટાર્સ પણ ગરીબ અને જરૂરિયાતમંદો માટે આગળ આવી રહ્યાં છે. એવામાં સોનુ સુદે ફરી એકવાર 25 હજાર પ્રવાસી મજૂરોને ભોજન આપવાનું નક્કી કર્યું છે.

અભિનેતા સોનુ સુદને મહારાષ્ટ્રના ભિવાડીમાં કર્ણાટક, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોથી આવેલા મજૂરો પરેશાન હોવાની જાણકારી મળતાં તે તુંરત જ મદદ માટે આગળ આવ્યાં. તેમણે રમજાન પહેલા રોજા રહેતા લોકો માટે ભોજનની વ્યવસ્થી કરી આપી છે.

આ અગાઉ પણ ખાલી પેટ હજારો લોકો માટે દેવદુત બની અન્ન પુરૂ પાડ્યું છે. હવે ફરી તેમણે 25000 પ્રવાસી મજૂરોને ભોજનની વ્યવસ્થા કરી મદદ કરી છે.

આ અંગે સોનુ સુદે કહ્યું કે,'રમજાન પાક મહિનામાં પ્રવાસી મજૂરોની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે. આ સંકટની ઘડીમાં આપણે બધાએ એર બીજાની મદદ કરવા તૈયાર રહેવાનું છે. જેથી કોઈ પણ માણસ ભુખ્યો ન રહે.'

મહત્વનું છે કે સોનુ સુદે મુંબઈ જુહૂ સ્થિત પોતાની હોટલના દરવાજા પહેલા થી જ ખુલ્લા મુકી દીધા છે, જેથ કરી કોરોનાના આ કપરા સમયમાં લોકોને થોડી મદદ મળી શકે.

ABOUT THE AUTHOR

...view details