ગુજરાત

gujarat

જુઓ શું કર્યું અભિનેતા અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા...?

By

Published : Aug 10, 2021, 2:16 PM IST

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ બેલબોટમના કારણે ઘણા ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમય પછી સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ તેમની પહેલી ફિલ્મ છે. તેવામાં ફિલ્મની શૂટિંગ સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અક્ષય કુમાર પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા માટે જોરદાર વર્કઆઉટ અને ટ્રેનિંગ કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ શું કર્યું અભિનેતા અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા...?
જુઓ શું કર્યું અભિનેતા અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા...?

  • અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં અક્ષય કુમાર કરી રહ્યા છે જોરદાર વર્કઆઉટ
  • પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા અક્ષય કુમારે શેર કર્યો વીડિયો

અમદાવાદઃ અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ સોશિયલ મીડિયા પર બેલબોટમ ફિલ્મના શૂટિંગ દરમિયાન વર્કઆઉટ અને ટ્રેનિંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, બેલબોટમના સેટ પર પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા માટે તેઓ મહેનત કરતા હતા. અક્ષય કુમાર પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર પોતાના નવા-નવા ફોટોઝ-વીડિયોઝ શેર કરતા રહે છે.

મેં આટલી મહેનત કરી પણ મારી પત્નીએ કંઈ જ નોટિસ ન કર્યુંઃ અક્ષય કુમાર

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર બેલબોટમ ફિલ્મની શૂટિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ રનિંગ અને અન્ય પ્રકારનું વર્કઆઉટ કરી રહ્યા છે. આ વીડિયોમાં અક્ષય કુમાર તેના ફેન્સને કહે છે કે, જ્યારે અમે જંગલના આ સિક્વન્સને શૂટ કર્યું તો મારી પત્ની સેટ પર આવી હતી. આ માટે મારેે બધી તરકીબ કાઢવી પડી હતી. કારણ કે, 20 વર્ષ પછી હું તેને ખુશ ન કરી શકું, પરંતુ હું તેને ખુશ કરવા માગતો હતો.

જુઓ શું કર્યું અભિનેતા અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા...?

આ પણ વાંચો:મૌની રોયે વરસાદમાં બિકીની પહેરીને મચાવ્યો હંગામો, ગ્લેમરસ તસવીરો કરી શેર

ટ્વિંકલે કંઈ નોટિસ ન કરવાથી મહેનત વ્યર્થ ગઈ

મને સૌથી વધારે ચીન-અપ્સ કરવા પડ્યા હતા. કારણ કે, બીજા પણ છોકરા હતા, પરંતુ મને તેનાથી વધારે કરવાના હતા, જેથી તેણી (ટ્વિંકલ ખન્ના) હંમેશા મારાથી ખુશ રહી શકે છે. જોકે, મારી પત્નીએ કંઈ નોટિસ ન કર્યું એટલે મારી આ મહેનત વ્યર્થ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details