ગુજરાત

gujarat

બોડી પોઝિટિવિટી લઈને સારા આપ્યો ખાસ સંદેશ, જાણો શું કહ્યું?

By

Published : Mar 9, 2020, 10:15 AM IST

રવિવારે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે બૉલિવૂડ અભિનેત્રીઓએ પણ દેશની મહિલાઓને પ્રરણાદાયી સંદેશાઓ આપી મહિલા દિવસની ઉજવણી કરી હતી.

sara ali khan
sara ali khan

મુંબઈઃ આંતરારાષ્ટ્રીય મહિલા દિવસ પર બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને બોડી પોઝિટિવિટી અને સેલ્ફ લવને લઈ ખાસ સંદેશો આપ્યો છે. રવિવારે વિશ્વભરમાં આંતરરષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે દેશની અનેક મહિલાઓને નરેન્દ્ર મોદીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

બીજી બાજુ બૉલિવૂડ અભિનેત્રીઓએ પણ મહિલા દિવસની ઉજવણી કરી દેશની મહિલાઓને ખાસ સંદેશાઓ આપ્યાં છે. સારા અલીખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી સેલ્ફ લવનો મેસેજ આપ્યો છે.

લવ આજ કલની અભિનેત્રી સારા અલી ખાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિભિન્ન અવતારોમાં પોતાની તસવીરો શેર કરી હતી. ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, "આ મહિલા દિવસ પર પોતાના દરેક રૂપને સેલિબ્રેટ કરીએ."

ABOUT THE AUTHOR

...view details