ગુજરાત

gujarat

અભિનેતા સલમાન ખાન જીજાજી આયુષ શર્મા સાથે મચાવશે ધૂમ, ફિલ્મ 'અંતિમ'નું પહેલું પોસ્ટર કર્યું શેર

By

Published : Sep 8, 2021, 1:50 PM IST

બોલીવુડ અભિનેતા સલમાન ખાને ગણેશ ચતુર્થી પહેલા તેના ફેન્સને મોટી ભેટ આપી છે. હાલમાં જ સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ 'અંતિમ'નું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું છે, જેમાં સલમાનની સાથે અભિનેતા આયુષ શર્મા પણ જોવા મળી રહ્યો છે.

ફિલ્મ 'અંતિમ'નું પહેલું પોસ્ટર સલમાને શેર કર્યું
ફિલ્મ 'અંતિમ'નું પહેલું પોસ્ટર સલમાને શેર કર્યું

  • અભિનેતા સલમાન ખાને આગામી ફિલ્મનું પોસ્ટર કર્યું શેર
  • સલમાને 'અંતિમ' ફિલ્મનું પહેલું પોસ્ટર કર્યું શેર
  • ફિલ્મમાં સલમાનની સાથે આયુષ શર્મા પણ જોવા મળશે

અમદાવાદઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ'નું ફર્સ્ટ પોસ્ટર શેર કર્યું છે, જે તેના ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે. આ પોસ્ટરમાં સલમાનની સાથે સાથે અભિનેતા આયુષ શર્મા પણ જોવા મળી રહ્યો છે. પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે, ફિલ્મ ઘણી જ રોમાંચક હશે.

આવતીકાલે 'વિઘ્ન હર્તા' ગીત રિલીઝ થશે

પોસ્ટરમાં બંને અભિનેતા એકબીજાની આંખમાં આંખ નાખીને જોતા હોય તેવું દેખાઈ રહ્યું છે. બંનેના ફેન્સ આ પોસ્ટરને ઘણું જ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જ ફિલ્મનું 'વિઘ્ન હર્તા' ગીત આવતીકાલે રિલીઝ થશે. આ ગીતનું ટીઝર સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર આજે શેર કર્યું છે.

ફિલ્મમાં 2 મેઈન લીડના સંઘર્ષને બતાવાશે

પોસ્ટરની ડિઝાઈન જોવામાં ઘણી જ ઈન્ટેન્સ છે અને આ 2 મેઈન લીડની વચ્ચેના સંઘર્ષને બતાવે છે. ફિલ્મમાં એક પોલીસવાળો અને અલગ-અલગ વિચારધારાવાળા ગેંગસ્ટરની વાર્તા બતાવવામાં આવશે. આમાં સલમાન ખાન સિવાય આયુષ શર્મા પણ મુખ્ય રોલમાં હશે. ફિલ્મમાં 2 અલગ અલગ દુનિયા અને વિચારધારાવાળા 2 નાયકોની વાર્તા છે, જેમાં રૂંવાડા ઊભા કરી દે તેવો અંત જોવા મળશે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટર શેર કરતા તેના ફેન્સને ગિફ્ટ આપી છે. આ સાથે જ સલમાને કેપ્શનમાં લખ્યું હતું કે, 'બુરાઈ કે અંત કી શરૂઆત, ગણપતિ બપ્પા મોરયા.' જો કે આ ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકર કરશે.

વધુ વાંચો: આ તારીખે રિલીઝ થશે સલમાનની ફિલ્મ 'અંતિમ'નું ગીત, વરુણ ધવનનો ધમાકેદાર ડાન્સ જોવા મળશે

વધુ વાંચો:બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન

ABOUT THE AUTHOR

...view details