ગુજરાત

gujarat

'બંદિશ બેન્ડિટ્સ'નું ટ્રેલર રિલીઝ, મ્યુઝિક સાથે જોડાયેલી એક લવ સ્ટોરી

By

Published : Jul 20, 2020, 6:28 PM IST

એમેઝોન પ્રાઇમ વીડિયોના 'બંદિશ બેન્ડિટ્સ' નું બહુ ચર્ચિત ટ્રેલર આખરે રિલીઝ થયું છે. 'બંદિશ બેન્ડિટ્સ' એક મ્યુઝિકલ ડ્રામા છે. જે 4 ઓગસ્ટ, 2020 થી સ્ટ્રીમિંગ થશે. દસ-એપિસોડની આ સિરીઝમાં ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી તેમજ નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, કૃણાલ રોય કપુર, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલંગ જેવા ટોચનાં સ્ટાર્સ દેખાશે.

ૈિુાિ
ેપુમપૈ

મુંબઇ: બહુ પ્રતીક્ષિત એમેઝોન ઓરિજનલ વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ' નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ શ્રેણી 4 ઓગસ્ટ, 2020 થી આવશે.

અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્માણ અને રચિત અને આનંદ તિવારી દ્વારા દિગ્દર્શિત, આ નવી એમેઝોન ઓરિજનલ સિરિઝ જોધપુરના બે યુવા સંગીતકારોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે ખૂબ જ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. શંકર-એહસાન-લોય દ્વારા કંપોઝ કરાયેલી 'બંદિશ બેન્ડિટ્સ' નું એક રોમાંચિત ઓરિજનલ ગીત પણ છે, અને ત્રણેય આ શો સાથે ડિજિટલ પ્રવેશ કરી રહ્યા છે.

'બંદિશ બેન્ડિટ્સ'માં રાધે અને તમન્નાની વાર્તા બતાવવામાં આવી છે. રાધે ખૂબ સારા ગાયક છે, જે તેમના દાદાની જેમ શાસ્ત્રીય સંગીતમાં નામ કમાવવા માંગે છે. તમન્ના એક ઉભરતી પોપ સ્ટાર છે, જે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર બનવા માંગે છે. જ્યારે રાધે તમન્નાના પ્રેમમાં પડે છે, ત્યારે તેની દુનિયા બદલાઈ જાય છે.તે તેને સુપરસ્ટાર્ડમ આપવા માંગે છે અને તેના સંગીત અને પારિવારિક વારસા પ્રત્યે પણ વફાદાર રહેવા માંગે છે. આવી સ્થિતિમાં, શું તે આ બંને સપનાને પૂર્ણ કરવામાં સક્ષમ હશે, કે પછી તે બધું ગુમાવશે?

ABOUT THE AUTHOR

...view details