ગુજરાત

gujarat

Remembering Sushant Singh Rajput, કઈ મોટી ફિલ્મોને નકારી કાઢી હતી સુશાંત સિંહ રાજપૂતે? જુઓ

By

Published : Jun 14, 2021, 9:51 AM IST

હિન્દી સિનેમાના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પછી પણ તેમના મૃત્યુનું રહસ્ય જાણી શકાયું નથી. સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રામાં આવેલા પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યા હતા. તેમના પિતા કે. કે. સિંહ સહિત અનેક લોકોએ સુશાંતના નિધન પાછળ ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આજે પણ સુશાંતના નજીકના લોકો ન્યાયની આશા રાખીને બેઠા છે. મહત્વનું છે કે, સુશાંત સિંહ એવા કલાકાર હતા કે જેમણે ટૂંક જ સમયમાં હિન્દી સિનેમામાં ખૂબ જ મોટું નામ મેળવ્યું હતું. તેમની પાસે ફિલ્મોની લાઈન લાગી હતી. તેમાંથી અમુક ફિલ્મો તો સુશાંતે ન કરી તેનાથી અન્ય અભિનેતાને ઘણો ફાયદો થયો હતો.

Remembering Sushant Singh Rajput, કઈ મોટી ફિલ્મોને નકારી કાઢી હતી સુશાંત સિંહ રાજપૂતે? જુઓ
Remembering Sushant Singh Rajput, કઈ મોટી ફિલ્મોને નકારી કાઢી હતી સુશાંત સિંહ રાજપૂતે? જુઓ

  • હિન્દી સિનેમાના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પૂર્ણ
  • એક વર્ષ સુધી પણ સુશાંત સિંહના નિધનનું કારણ જાણી શકાયું નથી
  • મુંબઈના બાન્દ્રામાં આવેલા એક ફ્લેટમાં સુશાંત સિંહનો મળ્યો હતો મૃતદેહ
  • સુશાંત સિંહને અનેક મોટી મોટી ફિલ્મો થઈ હતી ઓફર
  • સુશાંત સિંંહે હિન્દી સિનેમામાં ટૂંક જ સમયમાં અલગ ઓળખ ઉભી કરી હતી
    સુશાંત સિંહે મહેન્દ્રસિંહ ધોનીનું પાત્ર ભજવીને તમામને ચોંકાવી દીધા હતા

પટનાઃ હિન્દી સિનેમાના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ હજી સુધી તેમનું નિધન કઈ રીતે થયું તે અંગે રહસ્ય અકબંધ છે. જોકે, સુશાંત સિંહ રાજપૂતના નજીકના લોકો એ માનવા તૈયાર નથી કે તેઓ આત્મહત્યા કરી શકે. આજે પણ તેમને આશા છે કે, સચ્ચાઈ બહાર આવશે. જોકે, આજે ભલે સુશાંતસિંહ રાજપૂત જીવતા નથી, પરંતુ તેમના ફેન્સ આજે પણ તેમને યાદ કરે છે.

સુશાંત સિંંહે હિન્દી સિનેમામાં ટૂંક જ સમયમાં અલગ ઓળખ ઉભી કરી હતી

આ પણ વાંચોઃસુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસઃ સિદ્ધાર્થ પીઠાણીએ તેના લગ્ન 26 જૂને થવાના હોવાનું જણાવીને જામીનની કરી અરજી

સુશાંતસિંહના આવાસ પર સન્નાટો છવાયો

દર વર્ષે સુશાંતિસિંહ રાજપૂતના પટનામાં આવેલા ઘર પર ખૂબ જ ચહલપહલ રહેતી હતી. હર્ષોલ્લાસનો માહોલ રહેતો હતો, પરંતુ આ વખતે તેમના ઘરે સન્નાટો છવાયો છે. ઘર પર તેમના પિતા એકલા છે, જે 2 દિવસ પહેલા જ દિલ્હીથી ઘરે પરત ફર્યા છે. અત્યારે સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણકિશોર સિંહ કોઈની સાથે મુલાકાત નથી કરી રહ્યા. સુશાંત આ દુનિયામાં નથી, પરંતુ જે પણ તેમના નજીકના લોકો અને દોસ્ત છે. તેઓ તેમને યાદ કરે છે અને તેમની સાથે છે.

સુશાંતસિંહના આવાસ પર સન્નાટો છવાયો

આ પણ વાંચોઃસુશાંત સિંહ રાજપૂતની ડ્રગ કેસમાં ઘરના નોકરોને NCBએ સમન્સ પાઠવ્યું હતું

સુશાંત સિંહ રાજપૂતના નજીકના લોકોનું માનવું છે કે, સુશાંત આત્મહત્યા ન કરી શકે

સુશાંત સિંહ રાજપૂતના મિત્રોનું કહેવું છે કે, તેઓ ક્યારેય આત્મહત્યા ન કરી શકે. સુશાંત સિંહ રાજપૂતના મિત્ર વિશાલસિંહે કહ્યું હતું કે, જો કોઈ પણ મિત્ર હેરાન રહેતો હતો તો સુશાંત તેમને પ્રોત્સાહિત કરતા હતા. હંમેશા તેમને સાચો રસ્તો બતાવતા હતા. એટલે આવો વ્યક્તિ આત્મહત્યા કરશે તેવું માની ન શકાય.

ન્યૂયોર્કમાં એક બાળક સાથે મસ્તી કરતા સુશાંત સિંહ

સુશાંતસિંહે એક સાથે 11 એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી

સુશાંતસિંહ રાજપૂતનો જન્મ પટનાના રાજીવનગરમાં 21 જાન્યુઆરી 1986માં થયો હતો. તેઓ પટનાના સેન્ટ કેરેન્સ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. 10મુ પાસ કર્યા પછી સુશાંત દિલ્હી જતા રહ્યા હતા અને કુલાચી હંસરાજ મોડલ સ્કૂલમાં તેમણે આગળનું ભણતર મેળવ્યું હતું. વર્ષ 2003માં સુશાંતે દિલ્હી યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીની પ્રવેશ પરીક્ષામાં 7મુ સ્થાન મેળવ્યું હતું. સુશાંતે એક સાથે 11 એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. જોકે, તેમનું મન થિયેટર અને નૃત્યમાં વધુ લાગતું હતું. યુનિવર્સિટીમાં રહીને તેમણે શ્યામક ડાવરની ડાન્સ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાંથી જ તેમની વાર્તા શરૂ થઈ.

હિન્દી સિનેમાના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પૂર્ણ

સુશાંત સિંહે અનેક મોટી ફિલ્મો કરવાની ના પાડી દીધી હતી

સુશાંત સિંહ રાજપૂતે ટૂંક જ સમયમાં હિન્દી સિનેમામાં ખૂબ જ મોટું નામ કમાઈ લીધું હતું. તેમની આગળ ફિલ્મોની લાઈન લાગતી હતી. જોકે, રામલીલા, બાજીરાવ મસ્તાની, પદમાવત, બેફિકરે જેવી ફિલ્મો સુશાંતસિંહને પહેલા ઓફર થઈ હતી. જોકે, કોઈક કારણોસર તે આ ફિલ્મો ન કરી શક્યા, પરંતુ તેમણે આ ફિલ્મો ન કરી તેનો ફાયદો અન્ય અભિનેતાને થયો.

સુશાંત સિંંહે હિન્દી સિનેમામાં ટૂંક જ સમયમાં અલગ ઓળખ ઉભી કરી હતી

ABOUT THE AUTHOR

...view details