ગુજરાત

gujarat

Bollywood Year Ender 2021: રણવીર-દીપિકા માલદીવ જવા થયા રવાના, આ વર્ષે આ 8 કપલે પણ અહીં રજાઓ માણી હતી

By

Published : Dec 28, 2021, 12:12 PM IST

Updated : Dec 29, 2021, 5:33 PM IST

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ (Ranveer Deepika Maldives) સોમવારે નવા વર્ષની ઉજવણી માટે માલદીવ જવા રવાના થયા હતા. વર્ષ પૂરું થવાનું છે, તો યર એન્ડરના અવસર (Year Ender 2021) પર અમે વાત કરીશું એવા પરિણીત યુગલ વિશે, જેઓ આ વર્ષે માલદીવમાં આનંદ માણીને આવ્યા છે.

Bollywood Year Ender 2021
Bollywood Year Ender 2021

હૈદરાબાદ: બોલિવૂડ ઓલરાઉન્ડર રણવીર સિંહ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની "પદ્માવતી" દીપિકા પાદુકોણ (Ranveer Deepika) સોમવારે તેમની તાજેતરની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ "83"ની મોટી સફળતા બાદ (Big Success "83") નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ જવા રવાના થયા છે. આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. બન્નેનો લુક અદ્દભુત લાગી રહ્યો હતો. વર્ષ પૂરું થવાનું છે તેથી યર એન્ડરના અવસર પર અમે બોલીવુડના તે પરિણીત યુગલો વિશે વાત કરીશું, જેઓ આ વર્ષે માલદીવ ગયા હતા અને ખુલ્લેઆમ આનંદ માણ્યો હતો.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના ગ્લેમરસ કપલ્સમાંથી એક છે. સોમવારે આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું, જ્યાં બન્નેનો લુક જોવા જેવો હતો. રણવીર- દીપિકાની જોડી હંમેશા ફિલ્મ પ્રમોશન, લંચ, ડિનર અને એરપોર્ટ લુક્સને લઈને હેડલાઈન્સ બનાવે છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

આ વર્ષે ઓક્ટોબરમાં બોલિવૂડનો ચોકલેટી લૂક અભિનેતા શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત (Shahid Kapoor Meera Rajput) સાથે ફેમિલી વેકેશન પર માલદીવ માણવા ગયો હતો. આ દંપતી તેમના બે બાળકોને પણ અહીં લઈ ગયા હતા.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન

આ જ વર્ષે કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન (Saif- Kareena) સાથે તેના જન્મદિવસ (21 સપ્ટેમ્બર)ના અવસર પર માલદીવમાં આનંદ માણવા ગઈ હતી. કરીનાએ અહીંથી તેના સુખી અને નાના પરિવારની તસવીરો શેર કરી છે.

સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડના શ્રેષ્ઠ કપલમાંથી એક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ આ વર્ષે માલદીવમાં ઉજવણી કરવા આવ્યા હતા. આ પ્રસંગ આરાધ્યાનો 10મો જન્મદિવસ હતો (નવેમ્બર 16) અને દંપતીએ અહીં પુત્રીના જન્મદિવસ પર જોરદાર સ્પ્લેશ કર્યો હતો.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન

માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને

બોલિવૂડની 'ધક-ધક' ગર્લ માધુરી દીક્ષિત તેના પરિવાર સાથે આ વર્ષે એપ્રિલ મહિનામાં માલદીવમાં એન્જોય કરવા ગઈ હતી. અભિનેત્રીના પતિ શ્રીરામ નેનેએ પણ માલદીવ વેકેશનની સુંદર તસવીરો શેર કરી હતી.

માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ

બોલિવૂડનો 'વિકી' એટલે કે આયુષ્માન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે આ વર્ષે ઓક્ટોબરમાં માલદીવમાં મસ્તી કરવા ગયો હતો. અભિનેતાએ માલદીવની પત્ની તાહિરા સાથે એક સુંદર તસવીર શેર કરી છે.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

માલદીવ વેકેશન પર ગયેલા પરિણીત કપલમાં ફેમસ કપલ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ સામેલ હતા. આ કપલ આ વર્ષે ઓક્ટોબરમાં માલદીવમાં એન્જોય કરવા આવ્યું હતું.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

રાહુલ વૈદ્ય અને દિશા પરમાર

સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી એક્ટ્રેસ દિશા પરમારે આ વર્ષે લગ્ન કર્યા હતા, તેઓએ તેમનું હનીમૂન માલદીવમાં ઉજવ્યું. આ સાથે જ રાહુલે માલદીવમાં પોતાનો 34મો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો.

રાહુલ વૈદ્ય અને દિશા પરમાર

આયુષ શર્મા અને અર્પિતા શર્મા

સલમાન ખાનનો સાળો આયુષ શર્મા આ વર્ષે પત્ની અર્પિતા ખાન શર્મા સાથે માલદીવમાં સેલિબ્રેશન કરવા આવ્યો હતો. 3 ઓગસ્ટના રોજ અર્પિતા ખાનનો જન્મદિવસ હતો, જેના માટે કપલ સેલિબ્રેશન માટે માલદીવ પહોંચ્યું હતું.

આયુષ શર્મા અને અર્પિતા શર્મા
Last Updated :Dec 29, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details