ગુજરાત

gujarat

રકુલ પ્રીત અઠવાડિયામાં ત્રણવાર 108 સૂર્યનમસ્કાર કરે છે

By

Published : May 23, 2020, 5:34 PM IST

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં બધા સ્ટાર્સ ઘરે યોગ કરીને પોતાની ફિટનેસની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પણ સૂર્ય નમસ્કાર કરતો એક વીડિયો શેર કર્યો છે. સાથે જ અભિનેત્રીએ કહ્યું કે આ દિવસોમાં તે અઠવાડિયામાં બેથી ત્રણ વખત સૂર્ય નમસ્કાર કરે છે.

etv bharat
રકુલ પ્રીત અઠવાડિયામાં ત્રણ વાર 108 સૂર્ય નમસ્કાર કરે છે

મુંબઈ: અભિનેત્રી રકુલ પ્રીત સિંહે જણાવ્યું હતુ કે લોકડાઉનને કારણે તે હમણાથી અઠવાડિયામાં બેથી ત્રણ વખત સૂર્ય નમસ્કાર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં રકુલ યોગા કરતી જોવા મળી રહી છે.

જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, "આ લોકડાઉનને મને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વાર 108 સૂર્ય નમસ્કાર કરવા પ્રેરણા આપી અને તે કર્યા પછીનો અનુભવ એકદમ આશ્ચર્યજનક છે. આનાથી તમે અંદર અને બહાર બન્ને તરફથી મજબૂત બનાવે છે.દિમાગ અને શરીરમાં સંતુલન બની રહે છે અને આનાથી શરીરના જુદા જુદા ભાગોમાંથી ઝેરી પદાર્થો પણ મુક્ત થાય છે. "

રકુલે તાજેતરમાં જ શેર કર્યું હતું કે તેની યોગ યાત્રાની શરૂવાત બે વર્ષ પહેલા શરૂ થઈ હતી અને ત્યારથી હવે સુધી આમા ખૂબ મજા આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details