ગુજરાત

gujarat

હરિયાણા સરકારનો રદિયો, પરિણીતિને 2017 બાદ રિન્યુ કરાઈ જ નથી...

By

Published : Dec 21, 2019, 11:16 AM IST

Updated : Dec 21, 2019, 11:45 AM IST

મુંબઈઃ હાલ દેશભરમાં નાગરિકતા સંશોધન બિલને લઈ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બૉલીવૂડ અભિનેતાઓ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. જેમાં અભિનેત્રી પરિણિતી ચોપડાએ પણ CAA અંગે ટ્વીટ કર્યુ હતું. ત્યારબાદ તેને 'બેટી બચાવો બેટી પઢાઓ' કેમ્પમાંથી હટાવી હોવાની વાતો ટૉક ઓફ ધ ટાઉન બની હતી. જે અંગે હરિયાણા સરાકરે સ્પષ્ટતા કરી છે કે, પરિણિતી આ કેમ્પનો ભાગ છે જ નહીં. તો તેને ખસેડવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. કારણ કે, તેનો કાર્યકાળ 2016માં જ પૂર્ણ થઈ ગયો હતો.

parineeti chopra
parineeti chopra

દેશભરમાં નાગરિકતા સંશોધન બિલને લઈ ઉગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બૉલીવૂડ અભિનેતાઓ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. જેના કારણે અનેક વિવાદો ઉભા થઈ રહ્યાં છે.

પરિણીતિને 2017 બાદ રિન્યુ કરાઈ જ નથી

બૉલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા CAA અંગે ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું હતું કે, આપણે હવે આપણે આપણા દેશને લોકશાહી કહેવાનું છોડી દેવુ જોઈએ.

આ ટ્વીટ બાદ તેને 'બેટી બચાઓ બેટી પઢાઓ' કેમ્પમાંથી હાંકી કાઢી હોવાની વાતોએ જોર પકડ્યું હતું. ત્યારે હરિયાણાની સરકારે આ વાતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, "પરિણીતિને વર્ષ 2015માં હરિયાણા સરકારે 'બેટી બચાઓ બેટી પઢાઓ' કેમ્પની બ્રેન્ડ એમ્બેસેડર બનાવી હતી. જેમાં પરિણીતિનો કાર્યકાળ 2016માં પૂરો થયો હતો. ત્યારબાદ રિયો ઓલમ્પિકની વિજેતા સાક્ષી મલિક આ કેમ્પનો ભાગ બની હતી.

આમ, પરિણીતિએ કરેલાં ટ્વીટ બાદ સર્જાયેલાં વિવાદથી હરિયાણા સરકારે આ સમગ્ર બાબતમાં તેમની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવ્યું હતું.

Last Updated : Dec 21, 2019, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details