ગુજરાત

gujarat

Preity Zinta એ કરી લદ્દાખમાં શૂટિંગની યાદગાર વાત! 'લક્ષ્ય' ફિલ્મના 17 વર્ષ પૂર્ણ થતાં વીડિયો શેર કર્યો

By

Published : Jun 18, 2021, 3:44 PM IST

હિન્દી સિનેમાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ( Preity Zinta ) પોતાની કારકિર્દી દરમિયાન અનેક હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેવી ફિલ્મ એક હિટ ફિલ્મ 'Lakshya' ને આજે 17 વર્ષ પૂર્ણ થયાં તેની યાદગીરીરુપે લદ્દાખમાં ફિલ્મના શૂટિંગ વખતનો એક વીડિયો ( Instagram video ) ચાહકો સાથે શેર કર્યો હતો.

Preity Zinta એ કરી લદ્દાખમાં શૂટિંગની યાદગાર વાત! 'લક્ષ્ય' ફિલ્મના 17 વર્ષ પૂર્ણ થતાં વીડિયો શેર કર્યો
Preity Zinta એ કરી લદ્દાખમાં શૂટિંગની યાદગાર વાત! 'લક્ષ્ય' ફિલ્મના 17 વર્ષ પૂર્ણ થતાં વીડિયો શેર કર્યો

  • પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • 'Lakshya'ફિલ્મને 17 વર્ષ પૂર્ણ થતા શેર કર્યો વીડિયો
  • પ્રીતિએ ( Preity Zinta )વીડિયોમાં પોતાના અનુભવનો ઉલ્લેખ કર્યો

અમદાવાદઃ લિરિલ ગર્લ અને બાદમાં સફળ અભિનેત્રી એવી પ્રીતિ ઝિન્ટા ( Preity Zinta ) હાલમાં તે ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. પ્રીતિ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ શેર કરતી હોય છે. ત્યારે આજે પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ( Instagram video ) શેર કર્યો છે, જેમાં તેણે ફિલ્મ 'લક્ષ્ય' ( 'Lakshya' ) સાથે જોડાયેલી યાદોને તાજા કરી હતી. આ ફિલ્મને આજે 17 વર્ષ પૂર્ણ થયા હોવાથી પ્રીતિ ઝિન્ટાએ આ વીડિયો શેર કર્યો હતો.

પ્રીતિએ ઈન્સ્ટાગ્રામ પર 'લક્ષ્ય' ફિલ્મનું એક ગીત શેર કર્યું છે
પ્રીતિના ( Preity Zinta ) જીવનનો સૌથી અઘરો સમય હતોઅભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ( Preity Zinta ) ઈન્સ્ટાગ્રામ પર 'લક્ષ્ય' ( 'Lakshya' ) ફિલ્મનું એક ગીત શેર કર્યું છે. આ ફિલ્મને 17 વર્ષ પૂર્ણ થયા હોવાથી પ્રીતિએ આ વીડિયો શેર કર્યો હતો. આ સાથે જ તેણે જૂની યાદ તાજા કરી પોતાનો અનુભવ અહીં વર્ણવ્યો હતો. પ્રીતિએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, આ ફિલ્મને 17 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મ કરવી એ મારા જીવનનો સૌથી અઘરો સમય હતો. અમે 18,000 ફિટની ઉંચાઈ પર લદ્દાખમાં શૂટિંગ કરી રહ્યાં હતાં. તે સમયે મજા પણ આવતી હતી અને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે, મને ખૂબ જ ગર્વ છે કે હું તે ફિલ્મનો એક ભાગ છું.
આ પણ વાંચોઃ પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે હૉમ ક્વોરેન્ટાઈન અંગેનો વીડિયો કર્યો શેરપ્રીતિએ દિગ્ગજ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મ ( 'Lakshya' ) સાથે જોડાયેલી યાદોને તાજી કરતાં અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર, હ્રિતિક રોશન, ઝોયા અખ્તર સહિત અનેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રીતિ ઝિન્ટા ( Preity Zinta ) અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે પોતાના દર્શકોને હંમેશા કંઈક નવું આપવાનો પ્રયાસ કરે છે. આ પણ વાંચોઃ પ્રીતિ ઝિન્ટાએ તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારાની મજા માણી

ABOUT THE AUTHOR

...view details