ગુજરાત

gujarat

Lata Mangeshkar passed away: લતાજીના નિધનના સમાચાર સાંભળી ફવાદ ચૌધરીએ શોક વ્યક્ત કર્યો

By

Published : Feb 6, 2022, 5:32 PM IST

ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું (Lata Mangeshkar passed away) આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) નિધન થયું છે, જ્યારથી લતા મંગેશકરના નિધનના સમાચાર આવ્યા છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પાકિસ્તાનમાં ઈમરાન સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Lata Mangeshkar passed away: લતાજીના નિધનના સમાચાર સાંભળી ફવાદ ચૌધરીએ શોક વ્યક્ત કર્યો
Lata Mangeshkar passed away: લતાજીના નિધનના સમાચાર સાંભળી ફવાદ ચૌધરીએ શોક વ્યક્ત કર્યો

ન્યૂઝ ડેસ્ક: ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું (Lata Mangeshkar passed away) આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) નિધન થયું છે, જ્યારથી લતા મંગેશકરના નિધનના સમાચાર આવ્યા છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારત રત્ન લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને આજે પાકિસ્તાનની આંખો ભીની થઈ ગઈ છે. પાકિસ્તાનના લોકોએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

લતાજીના નિધનના પાકની ચેનલ પર લેવાયા સમાચાર

પાકિસ્તાનમાં ઈમરાન સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે, લતા મંગેશકરના મૃત્યુ સાથે જોડાયેલા સમાચાર પાકિસ્તાનની સત્તાવાર ચેનલ પર બતાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો

પાકવાસીઓએ પણ આપી શ્રદ્ધાંજલિ

પાકિસ્તાનમાં લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળ્યા બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર દુર્દાના નઝમે લખ્યું, લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા છે. તે ભારતમાં અને અન્ય જગ્યાએ જેટલા પ્રખ્યાત છે તેટલા જ તેમના ગીતો પાકિસ્તાનમાં પણ સાંભળવામાં આવે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. લતા મંગેશકરનો અવાજ ભારતમાં તેમજ પાકિસ્તાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમના ગીતો હંમેશા યાદ રહેશે.

મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાના કારણે લતાજીનું મોત

ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટિઓર્ગન ફેલ્યોર (Multiorgan failure) થવાના કારણે તેમનું મોત થયું છે. તેઓ છેલ્લા 26 દિવસથી ICUમાં દાખલ હતા. થોડા દિવસો પહેલા તબીબોએ માહિતી આપી હતી કે તેમની તબિયત હવે સારી છે અને તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ શનિવારે ફરી એકવાર તેમની તબિયત બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તેમને કોરોનાથી સંક્રમિત હતા. જોકે બાદમાં તે ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયા હતા, પરંતુ પછી અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી.

આ પણ વાંચો:લતા મંગેશકરે પ્રથમ વખત ગુજરાતીમાં લખ્યો પત્ર, PM મોદીના માતાને કહ્યું કે...

ABOUT THE AUTHOR

...view details