ગુજરાત

gujarat

આમિર ખાને ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો ફર્સ્ટ લૂક કર્યો શેર

By

Published : Feb 14, 2020, 1:31 PM IST

મિ. પરફેક્ટનિસ્ટ ટૂંકમાં સમયમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આમિરે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેની સાથે અભિનેત્રી કરીના કપૂર ખાન જોવા મળે છે.

laal singh chaddha film
laal singh chaddha film

વેલેન્ટાઈન ડે પર આમિર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરીના કપૂરનો ફર્સ્ટ લુક શૅયર કર્યો છે. આમિર ખાન આ ફિલ્મમાં લાલ સિંહ ચઢ્ઢાનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં કરીના કપૂર આમિર ખાનને ગળે મળે છે.

આ તસવીર સાથે આમિર ખાને કહ્યું હતું કે હેપ્પી વેલેન્ટાઈન ડે કરીના. કાશ, દરેક ફિલ્મમાં તારી સાથે રોમાન્સ કરી શકું. આ વાત સ્વાભાવિક રીતે જ આવી જાય છે.

54 વર્ષીય અભિનેતા જે છેલ્લે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ફિલ્મમાં જોવા મળ્યો હતો. જે ચાહકોને કોઈ ખાસ પસંદ આવી નહોતી. ત્યારબાદ કોઈ અલગ ખાસ સ્ક્રિપ્ટની શોધમાં હતો. હવે તે ટૂંક સમયમાં જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેની સાથે કરીના કપૂર ખાન જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ 1994માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિંદી રીમેક છે. આ ફિલ્મ માટે કરીનાએ ઓડિશન આપ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે તેના કરિયરની આ પહેલી ફિલ્મ છે, જેના માટે તેણે ઓડિશન આપ્યું હતું.

આગળ વાત કરતાં કરિનાએ કહ્યું હતું કે, તે માત્ર ને માત્ર આમિર માટે જ ઓડિશન આપવા તૈયાર થઈ હતી. તે ઘણો જ જીનિયસ છે અને તે ફિલ્મ માટે બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે. તેણે જ્યારે ઓડિશન આપવાની વાત કરી ત્યારે તેને ખ્યાલ હતો કે તે આ રોલ માટે પર્ફેક્ટ છે. પરંતુ આમિર એ જોવા ઈચ્છતો કે તે સ્ક્રિન પર કેવી લાગશે.

ABOUT THE AUTHOR

...view details