ગુજરાત

gujarat

કરીના કપૂરને બોલીવુડમાં 21 વર્ષ થયા પૂર્ણ, શેર કરી 'રેફ્યૂજી'ની કેટલીક ઝલક

By

Published : Jul 1, 2021, 10:48 PM IST

બૉલીવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષ પૂરા થયાં છે. આ ખાસ પ્રસંગે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની ડેબ્યૂ ફિલ્મ ‘રેફ્યૂજી’ અને ઈન્ડસ્ટ્રીઝમાં આવનાર સમય અંગે તેણે વાત કરી છે.

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન

  • અભિનેત્રી કરીના કપૂર ખાનને ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષ પૂરા
  • કરીનાએ પોતાની પ્રથમ ફિલ્મ વિશે શેર કરી વાતો
  • આવનારા સમય માટે પણ કરીના છે આશાવાદી

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની સૌપ્રથમ ફિલ્મ રેફ્યૂજી (Film Refugee) હતી અને તે 2000માં રિલીઝ થઈ હતી. કરીનાએ આ ફિલ્મની કેટલીક ઝલક શેર કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયો પર તેના ફેન્સ અને સેલેબ્સ પણ લાઈક કરીને કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો:અભિષેક બચ્ચન અને કરીના કપૂરને બોલીવૂડમાં 20 વર્ષ પૂર્ણ થતાં પોસ્ટ શેર કરી

કરિનાએ માન્યો આભાર

આ વીડિયો શેર કરીને કરીના લખે છે કે, 21 વર્ષ પૂર્ણ થયા, આભારી છું, ખુશકિસ્મત છું, અન્ય 21 વર્ષ આવવાના બાકી છે, તેના માટે હું તૈયાર છું. આપે સતત સાથ આપ્યો અને પ્રેમ પણ આપ્યો તેના માટે શુક્રિયા. આ ક્લિપમાં અભિનેત્રી કરીનાએ અભિષેક બચ્ચન(Abhishek Bhachchan)ને ટેગ કર્યો છે.

કરિનાને આ ફિલ્મ માટે મળ્યો હતો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ

કરીનાની આ ડેબ્યૂ ફિલ્મ પછી તેને અનેક ઓફર મળી હતી. સાથે અનેક સમારોહમાં બેસ્ટ ડેબ્યૂટેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તે પછી કરીનાની ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. થોડાક જ સમયમાં તે સુપરસ્ટાર બની ગઈ હતી.

આ પણ વાંચો:કરીના કપૂર ખાનનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, ફોટો કર્યા શેર

પ્રથમ ફિલ્મ થઈ હતી ફ્લોપ

જે. પી. દત્તાની 21 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રેફ્યૂજીમાં કરીના કપૂરની સાથે અભિષેક બચ્ચન હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ચાલી ન હતી, પણ કરીના અને અભિષેકની એક્ટિંગના વખાણ જરૂર થયાં હતાં. આ ફિલ્મમાં અનુપમ ખેર અને જેકી શ્રોફે ખાસ ભૂમિકા નિભાવી હતી.

ABOUT THE AUTHOR

...view details