ગુજરાત

gujarat

કંગનાએ ફિલ્મ 'થલાઈવી' સેટ પરથી કર્યુ ટ્વિટ, કહ્યું કે...

By

Published : Oct 5, 2020, 12:35 PM IST

અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયામાં ખુબ એકિટવ રહેતી હોય છે. હાલ કંગના ફિલ્મ 'થલાઈવી' ના શૂંટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કંગના તેના ફેન્સને ફિલ્મ સંબંધિત માહિતી આપતી રહે છે.

Kangana ranaut
Kangana ranaut

મનાલી: અભિનેત્રી કંગના રનૌત હાલ દક્ષિણ ભારતમાં બહુચર્ચિત ફિલ્મ 'થલાઈવી' નું શૂંટિગ કરી રહી છે. લોકડાઉન બાદ અને કોરોના સંકટ વચ્ચે કંગના આ ફિલ્મના શૂટિંગ માટે ખુબજ ઉત્સાહિત હતી. માટે જ કંગના સમયાંતરે તેના ફેન્સ માટે આ ફિલ્મ સંબંધિત જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સોમવારે પણ અભિનેત્રીએ ટ્વિટ કર્યુ છે.

ફિલ્મ 'થલાઈવી' ના શૂટિંગ માટે કંગના રનૌત 1 ઓક્ટોબરથી હૈદરાબાદમાં છે. અભિનેત્રીએ ટ્વિટ કર્યુ કે પ્યારે દોસ્તો કાલે સવારની કેટલીક તસવીરો શેર કરી રહી છુું. તેણીએ લખ્યું કે પ્રતિભાશાળી અને સ્નેહી નિર્દેશક એએલ વિજય સાથે ફિલ્મના સીનને લઈ સવારે ચર્ચા કરતી વખતના કેટલાક ફોટા શેર કરું છું. વધુમાં કંગનાએ લખ્યું કે આ દુનિયામાં કેટલીય ખુબસુરત જગ્યા છે, પરંતુ મને સુખદ અને સુકુન ફિલ્મ સેટ પર જ મળે છે.

આ પહેલા કંગનાએ પોતાના ફેન્સ માટે મોર્નિંગ સેલ્ફી પોસ્ટ કરી હતી.

તમને જણાવી દઈએ કે જો તમે ફિલ્મ 'થલાઇવી' ની વાત કરીએ તો તેનું દિગ્દર્શન એ.એલ. વિજય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે.જે. જયલલિતાની બાયોપિક. જેમાં કંગના મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details