ગુજરાત

gujarat

કંગનાના ઉદ્ધવ સરકાર પર પ્રહારો, કહ્યું સાધુ અને સ્ત્રીનું અપમાન કરનારનું પતન નિશ્ચિત

By

Published : Mar 21, 2021, 8:44 AM IST

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ 'લેટર બોમ્બ' ને લઈને કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર તંજ કસ્યો છે. કંગનાએ ટ્વિટ કર્યું કે, ' જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે તેમનું પતન નિશ્ચિત છે'. પોતાના ટ્વિટમાં તેમણે પૂર્વ કમિશ્નર પરમવીર સિંહ, ઉદ્ધવ ઠાકરે, ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેના સાંસદ સંજય રાઉતને ટેગ કર્યા છે.

Kangana
Kangana

  • કંગનાના ઉદ્ધવ સરકાર પર પ્રહારો
  • કંગનાનો મહારાષ્ટ્રમાં 'લેટર બોમ્બ' મામલે ઉદ્ધવ સરકાર પર કટાક્ષ
  • પાલઘરમાં સાધુઓની હત્યાનો ફોટો કંગનાએ કર્યો ટ્વિટ

હૈદરાબાદ: અભિનેત્રી કંગના રાનૌતે મહારાષ્ટ્રમાં 'લેટર બોમ્બ' મામલે ઉદ્ધવ સરકાર પર કટાક્ષ કર્યો છે. કંગના રાનૌતે પાલઘરમાં જે સાધુઓની હત્યા થઈ હતી તેમના ફોટોને ટ્વિટ કરતા મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

કંગનાના ઉદ્ધવ સરકાર પર પ્રહારો

કંગનાએ ટ્વિટ કર્યું કે, સાધુ અને સ્ત્રીનું અપમાન કરનારનું પતન નિશ્ચિત છે. પોતાના ટ્વિટમાં કંગનાએ મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહ, CM ઉદ્ધવ ઠાકરે, ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેના સાંસદ સંજય રાઉતને ટેગ કર્યા હતા.

કંગના રનૌતનું ટ્વિટ

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મામલે બહેન રંગોલી સાથે કંગના બાન્દ્રા પોલીસ સ્ટેશન પહોંચી

અનિલ દેશમુખે સચિન વાઝેને હપ્તા લેવાનું કહ્યું હતું

આ અંગે જણાવવાનું કે, મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, અનિલ દેશમુખે સચિન વાજેને હપ્તા લેવાનું કહ્યું હતું. જો કે, ગૃહપ્રધાન દેશમુખે તેમના ઉપર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

જાણો શું છે સમગ્ર ઘટના

ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીએ અંબાણીની એન્ટિલિયા બિલ્ડિંગની બહાર એક બિનવારસી એસયુવી મળી આવી હતી, જેમાં જિલેટીનની 20 સ્ટીક મળી આવી હતી. આ સંદર્ભે વાજે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)અને મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની તપાસ હેઠળ છે. આ ઘટના બાદ 5 માર્ચના રોજ થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનનું નિધન થયું હતું.

આ પણ વાંચો: એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી

ABOUT THE AUTHOR

...view details