ગુજરાત

gujarat

જયલલિતા 23 માર્ચે રુપેરી પડદે જોવા મળશે

By

Published : Mar 22, 2021, 5:16 PM IST

કંગના રનૌત પોતાની આવનારી ફિલ્મ થલાઇવીના 23 માર્ચે રીલીઝ થનારા ટ્રેલર માટે તૈયાર છે જ્યારે અભિનેત્રીનો જન્મદિવસ પણ છે. પરંતુ દુનિયા અભિનેત્રીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ઝલક જોવે તે પહેલા, અભિનેત્રીએ પોતાના ફિલ્મ માટે કરેલા બદલાવના ફોટના શેર કર્યા હતા.

movi
23 માર્ચે જોવા મળશે જયલલિતા ફરી એકવાર રુપેરી પડદે

  • 23 માર્ચના રોજ રીલીઝ કરવામાં આવશે થલાઇવીનું ટ્રેલર
  • ટ્રેલરને હિન્દી, તમિલ અને તેલુગુંમાં કરવામાં આવશે રીલીઝ
  • 23 એપ્રિલ ફિલ્મ થશે રીલીઝ

હૈદરાબાદ: મુંબઇ અને ચેન્નઇ ખાતે 23માર્ચના રોજ થવાઇવીનુ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. આ દિવસે કંગના રાનૌતનો જન્મદિવસ પણ છે. આ ટ્રેલરને લઇને લોકોમાં અપેક્ષા ઘણી છે કારણ કે કંગનો રનૌતે આ ફિલ્મના લુકના ફોટા ઘણીવાર શેર કર્યો હતા. સોમવારે સવારે અભિનેત્રીએ સોશ્યલ મિડીયા જય લલિતા તરીકે ફોટો શેર કર્યો હતો.

આ પણ વાંચો :સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના 4 માર્ચથી બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'મિશન મજનુ'નું શૂટિંગ શરૂ કરશે

ગ્રાન્ડ લેવલ પર રીલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

કંગના રનૌતે ટ્વીટ કરી જણાવ્યું હતુ કે," મારા માટે આ એપિક બાયોપિક ફિલ્મ માટે માત્ર એક જ પડકાર હતો કે ફિલ્મ માટે 20 કિલો વજન વધારવું અને તેને ફકરી થોડા સમયમાં ઘટાડવું, થોડા સમય રાહ જુવો જયા હંમેશા માટે તમારી થશે".આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રીલીઝ કરવામાં આવશે. તલાઇવીની સર્જક ફિલ્મને પેન ઇન્ડીયા રીલીઝ કરવા માંગે છે અને લોકોનો ફિલ્મ માટેનો ઉત્સાહ જોઈને અને કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને 23 માર્ચે મુંબઇ અને ચેન્નઇમા ગ્રાન્ડ લેવલે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો :‘લોગો કી જિંદગી તબદીલ હો ગઇ...’, આયુષ્માને વીડિયો શેર કરી કોરોના વૉરિયર્સનો માન્યો આભાર...

ત્રણ ભાષામાં રીલીઝ થશે ફિલ્મ

થલાઇવી ફિલ્મ મહાન અભિનેત્રી અને સમય જતા રાજનેતા તરીકે લોકોના દિલમાં રાજ કર્યું એવી જયલલિતા પરથી બનાવવામાં આવી છે. તેની મહેનત મનોરંજન જગતમાં અને વધતી સ્ટાર્ડમને કારણે તે ભારતીય રાજનિતીના સોથી પાવરફુલ મહિલા રાજનેતા બની હતી. ફિલ્મને 23 એપ્રિલના રોજ હિન્દી તમિલ અને તેલુગુમાં ઝી સ્ટુડીયો દ્વારા રીલીઝ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details