ગુજરાત

gujarat

જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો લગાવ્યો આક્ષેપ, જાણો શું છે મામલો

By

Published : Nov 4, 2020, 1:30 PM IST

પ્રખ્યાત જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રાનૌત સામે માનહાનિનો દાવો કર્યો છે. કંગના સામે જાવેદ અખ્તરની બદનામી અને પાયાવિહોણી ટિપ્પણીઓ કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ છે. કંગનાએ થોડા સમય પહેલા જાવેદ અખ્તર પર ઘણા ગંભીર આરોપ આક્ષેપ લગાવ્યા હતા.

Javed Akhtar files defamation suit
Javed Akhtar files defamation suit

  • જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના સામે માનહાનિનો કેસ કર્યો
  • કંગનાએ અગાવ જાવેદ અખ્તર પર લગાવ્ય હતા ગંભીર આરોપ
  • જાવેદે કંગનાને ઋત્વિક રોશન વિરુદ્ધ કંઇ ન બોલવા આપી હતી ધમકી

મુંબઇ: જાણીતા લેખક, ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રાનૌત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કંગના રનૌતે જાવેદ અખ્તર પર ઋત્વિક રોશન વિરુદ્ધ કંઇ ન બોલવા અને ચૂપ રહેવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કંગનાએ જાવેદ અખ્તર પર લગાવ્યા હતા આરોપ

જાવેદ અખ્તર વિશે એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં કંગના રાનૌતે કહ્યું હતું કે, એકવાર જાવેદ અખ્તરે મને તેના ઘરે બોલાવી અને કહ્યું હતું કે રાકેશ રોશન અને તેમનો પરિવાર ઘણા મોટા લોકો છે. જો તમે તેની પાસે માફી નહીં માગો તો તુ ક્યાંયની નહીં રહે અને તેઓ તને જેલમાં ધકેલી દેશે અને પછી તારા વિનાશ સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે. તારે આત્મહત્યા કરવી પડશે. ' આ તેના શબ્દો હતા. તેને કેમ લાગે છે કે જો હું ઋત્વિક રોશનની માફી નહીં માંગું તો મારે આત્મહત્યા કરવી પડશે.

કંગનાની બહેને પણ જાવેદ અખ્તર પર લગાવ્યા હતા આક્ષેપ

કંગનાએ જાવેદ અખ્તર સામે આ આરોપોનુ ઘણી વખત પુનરાવર્તિત કર્યા છે. આટલું જ નહીં, કંગનાની બહેન અને તેના મેનેજર રંગોલીએ જાવેદ અખ્તર પર પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા કંગનાને લઇ આ પ્રકારના આરોપ લગાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details